UAEમાં બની રહ્યું છે પહેલું હિંદુ મંદિર, જુઓ શિલાન્યાસ સમારોહની તસવીરો

20 April, 2019 03:03 PM IST  |  અબુ ધાબી

UAEમાં બની રહ્યું છે પહેલું હિંદુ મંદિર, જુઓ શિલાન્યાસ સમારોહની તસવીરો

UAEના પહેલા હિંદુ મંદિરનો શિલાન્યાસ સમારોહ

અબૂધાબીમાં પહેલુ હિંદુ મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે. જેનો શિલાન્યાસ સમાહોર BAPS સ્વામીનારાયણ સંસ્થાના વડા મહંત સ્વામીની હાજરીમાં થઈ રહ્યો છે. સાથે જ આ મંદિરના નિર્માણમાં સાથ આપનાર ધાર્મિક અને સામાજિક સંગઠનો પણ સામેલ છે.


દેશ-વિદેશના મહાનુભાવો છે હાજર
શિલાન્યાના પ્રસંગે શેખ અબ્દુલ્લા બિન જાયદ અલ નાહ્યાન, વિદેશ મામલાના મંત્રી, શેખ નાહન મુબારક અલ નાહ્યાન, સહિષ્ણુતા મંત્રી સાથે દુનિયા ભરના સામાજિક અને આધ્યાત્મિક નેતાઓ હાજર છે. સાથે ભક્તો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. વડાપ્રધાન મોદીએ 2018ના પોતાના પ્રવાસ દરમિયાન આ મંદિરની આધારશીલા રાખી હતી. થોડા વર્ષોમાં આ મંદિરનું કામ પૂર્ણ થઈ જશે.

અબૂધાબીના પ્રિન્સે ભેટમાં આપી જમીન
UAEમાં માં લગભગ 26 લાખ ભારતીયો રહે છે, એટલે કે ત્યાંની વસ્તીનો લગભગ 30 ટકા ભાગ. જણાવવામાં આવી રહ્યું છે આ મંદિરનું ફંડિંગ ખાનગી રીતે થઈ રહ્યું છે. મંદિરનું નિર્માણ અબૂ ધાબીના પ્રિંસ શેખ મોહમ્મદ બિન જાયદ અલ નાહ્યાને ભેટમાં આપેલી 55, 000 વર્ગ મીટર જમીન પર કરવામાં આવ્યું છે. આ સાથે જ UAE સરકારે આટલી જમીન મંદિર પરિસરમાં પાર્કિંગની સુવિધાના નિર્માણ માટે આવી છે.


ભારતીય કારીગરોએ કર્યું નિર્માણ
મંદિરના ઢાંચાનું નિર્માણ ભારતીય કારીગરોએ કર્યું છે અને તેને યૂએઈમાં ભેગું કરવામાં આવ્યું છે. આ મંદિર દિલ્હીના અક્ષરધામ અને બીજા ન્યૂજર્સીમાં નિર્માણ પામી રહેલા એક મંદિરની ડિઝાઈન પર આધારિત છે. 2015માં મોદીએ અબૂધાબીનો પ્રવાસ કર્યા બાદ ભારત-યૂએઈના સંબંધો એક નવી ઉંચાઈએ પહોંચ્યા છે.

આ પણ જુઓઃ દુબઈમાં મહંત સ્વામીને મળ્યું આવું સન્માન, જુઓ ફોટોઝ

UAEએ મહારાષ્ટ્રમાં એક રિફાઈનરી પ્રોજેક્ટમાં સઊદી અરબ સાથે સંયુક્ત રીતે રોકાણ કર્યું છે સાથે જ રણનૈતિક તેલનાં ભંડારો બનાવવામાં પણ યોગદાન આપ્યું છે. 2017ના સ્વતંત્રતા દિવસના મુખ્ય મહેમાન રહી ચુકેલા અબુધાબીના રાજકુમારે હાલના ભારત પાકિસ્તાનના તણાવોને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.

united arab emirates narendra modi