પાકિસ્તાનના ભૂતપૂર્વ જનરલ બાજવાની ચાર દેશોમાં અબજોની સંપત્તિ

31 August, 2020 11:43 AM IST  |  Islamabad | Agency

પાકિસ્તાનના ભૂતપૂર્વ જનરલ બાજવાની ચાર દેશોમાં અબજોની સંપત્તિ

પાકિસ્તાનના ભૂતપૂર્વ જનરલ બાજવા

પાકિસ્તાનના રાજકીય નેતાઓ અને સેનાના મોટા અફસરો કેવી રીતે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે તથા તેમણે કઈ રીતે થોડા સમયમાં અખૂટ ખજાનો બનાવ્યો છે એની વિગતો આ પહેલાં પણ પ્રકાશમાં આવી ચૂકી છે.

જોકે આ વખતે ચીન સાથે મળીને કઈ રીતે પાકિસ્તાની સેનાના એક ભૂતપૂર્વ જનરલે અઢળક સંપત્તિ ઊભી કરી એના ખુલાસાએ પાકિસ્તાની રાજકારણમાં હડકંપ મચાવ્યો છે.

પાકિસ્તાની સેનામાંથી નિવૃત્ત થયા બાદ ચીન-પાકિસ્તાન ઇકૉનૉમિક કૉરિડોરના ચૅરમૅન નિમાયેલા જનરલ અસીમ સલીમ બાજવા અને તેમના પરિવારે ૯૯ કંપની અને ૧૩૩ રેસ્ટોરાં બનાવી, જે ભ્રષ્ટાચારની એક નવી જ ઊંચાઈ સૂચવે છે.

પાકિસ્તાનની એક બહુચર્ચિત વેબસાઇટ ફેક્ટ ફોકસમાં જણાવાયા મુજબ જનરલ બાજવાનો કારોબાર ચાર દેશોમાં ફેલાયેલો છે. થોડાં જ વર્ષોમાં જનરલ બાજવાએ ખરબોની સંપત્તિ ભેગી કરી છે. અસીમ બાજવા પાકિસ્તાની સેનાના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર જનરલ બાજવા જ્યારે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના વિશેષ સલાહકાર બન્યા હતા ત્યારે તેમની પોતાની, તેમનાં પત્નીની કે પરિવારના અન્ય કોઈ સદસ્યની પાકિસ્તાનની બહાર કોઈ સંપત્તિ નહોતી. સેનામાં આવતાં પહેલાં જનરલ બાજવા એક પીત્ઝા કંપનીમાં ડિલિવરી બૉય હતા ને થોડા જ સમયમાં તેમના ભાઈઓ અને પરિવારના અન્ય સભ્યે પાપા જોન પીત્ઝા કંપનીની ચેઇન શરૂ કરી દીધી હતી.

india pakistan islamabad international news