USમાં ભારતીય મૂળના પહેલા સિખ પોલીસ અધિકારીની ગોળી મારીને નિર્મમ હત્યા

29 September, 2019 09:52 AM IST  |  ટેક્સાસ

USમાં ભારતીય મૂળના પહેલા સિખ પોલીસ અધિકારીની ગોળી મારીને નિર્મમ હત્યા

સંદીપ સિંહ ધાલીવાલ(ફાઈલ ફોટો)

અમેરિકાના ટેક્સસમાં ભારતીય મૂળના પહેલા સિખ પોલીસ અધિકારીની નિર્મમ હત્યા કરી દેવામાં આવી છે. આરોપીએ પોલીસ અધિકારી પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો જેમાં તેમનું મોત નીપજ્યું છે. સ્થાનિક પોલીસે મૃતક સિખ પોલીસ અધિકારીની ઓળખ સંદીપ સિંહ ધાલીવાલ તરીકે કરી છે. તેઓ છેલ્લાં ૧૦ વર્ષથી અમેરિકાની પોલીસમાં કાર્યરત હતા. આ ઘટના બાદ આરોપી એક શૉપિંગ મૉલ તરફ જતો જોવા મળ્યો હતો.
પોલીસની ટીમે આરોપીની ધરપકડ કરવા માટે સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે. એક વરિષ્ઠ પોલીસ અધિકારી શેરિફ ઈડ ગોનઝાલેઝે જણાવ્યું કે ‘પોલીસ હાલમાં સંદીપ ધાલીવાલ પાસે લાગેલા ડેશ કૅમેરાથી આરોપીને ઓળખવામાં સફળ રહ્યા છે. પોલીસ અધિકારી સંદીપે ટ્રાફિક સિગ્નલ પર આરોપીની કારને અટકાવી હતી અને તેને બહાર આવવા માટે કહ્યું હતું. આ ઘટના ઘટી ત્યારે આરોપી તેની એક મહિલામિત્ર સાથે કારમાં બેઠો હતો.’

આ પણ જુઓઃ ફાલ્ગુની પાઠકથી લઈ અતુલ પુરોહિત સુધી, આ ગરબા ગાયકો છે નવરાત્રીની શાન..

પોલીસે ટ્રાફિક સિગ્નલ પર આરોપી સંદીપની અટકાયત કરવાથી તેને કારની નીચે ઊતરવું પડ્યું હતું. તેણે નીચે ઊતરીને સંદીપ પર પાછળથી ગોળીબાર કર્યો હતો. ગોળીબાર કરીને તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. પોતાની જાતને બચાવવા માટે તે નજીકના એક શૉપિંગ મૉલમાં ઘૂસી ગયો હતો. તેની ધરપકડ કરવા માટે પોલીસે નાકાબંધી કરીને સર્ચ ઑપરેશન હાથ ધર્યું છે.

united states of america texas