ડરના માર્યા રશિયાએ ડુમ્સડે જેટને મિલિટરી પરેડમાં સામેલ ન કર્યું ?

10 May, 2022 10:55 AM IST  |  Moscow | Agency

મૉસ્કોનું હવામાન જોતાં એવી અફવા હતી કે આ ડુમ્સડે જેટને નિશાન બનાવવાનું જોખમ હોવાને કારણે જ એને બાકાત કરાયું હતું. 

મૉસ્કોના રેડ સ્ક્વેરમાં ગઈ કાલે વિક્ટરી ડે પરેડમાં હજારો રશિયન સૈનિકોએ ભાગ લીધો હતો.

મૉસ્કો : રશિયાએ નાઝી જર્મની વિરુદ્ધ એની જીતની ૭૭મી ઍનિવર્સરી ગઈ કાલે ઊજવી હતી. મૉસ્કોના રેડ સ્ક્વેરમાં આ વિક્ટરી ડે પરેડ યોજાઈ હતી.  
આ પહેલાંનાં વર્ષોની સરખામણીમાં આ મિલિટરી પરેડમાં સૈનિકો, મિલિટરી વાહનો અને હથિયારોની ઓછી સંખ્યા હતી. આ પરેડમાં પાવરફુલ ડુમ્સડે જેટ મુખ્ય આકર્ષણ રહેશે એમ જણાવાયું હતું, પણ છેલ્લી મિનિટે એને બાકાત રાખવામાં આવ્યું હતું, જેના માટે ખરાબ હવામાનનું કારણ જણાવાયું હતું. જોકે મૉસ્કોનું હવામાન જોતાં એવી અફવા હતી કે આ ડુમ્સડે જેટને નિશાન બનાવવાનું જોખમ હોવાને કારણે જ એને બાકાત કરાયું હતું. 
આ મિલિટરી પરેડમાં ડઝનેક રશિયન ટૅન્ક્સ, આર્મ્ડ વેહિકલ્સ અને ન્યુક્લિયર મિસાઇલ લૉન્ચર્સ રજૂ કરવામાં આવ્યાં હતાં. 

 

international news ukraine russia