પાકિસ્તાનને મોટો ઝાટકો, FATFએ ફન્ડિંગ મામલે કર્યું બ્લેક લિસ્ટ

23 August, 2019 01:21 PM IST  | 

પાકિસ્તાનને મોટો ઝાટકો, FATFએ ફન્ડિંગ મામલે કર્યું બ્લેક લિસ્ટ

પાકિસ્તાનને અત્યાર સુધીનો સૌથી મોટો ઝાટકો લાગ્યો છે. ટેરર ફન્ડિંગ મામલે ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સે (FATF) બ્લેક લિસ્ટ કર્યું છે. FATFના ક્ષેત્રીય એકમ એશિયા પેસિફિક ગ્રુપે શુક્રવારને ટેરર ફન્ડિંગને કાબૂમાં લાવવા નિષ્ફળ રહેલા પાકિસ્તનને બ્લેક લિસ્ટ કર્યું છે. FATFએ આ પહેલા પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખ્યું હતું. પાકિસ્તાન આતંકીઓને ફન્ડિંગ મામલે FATFને ગેરમાર્ગે દોરી રહ્યું છે.

પાકિસ્તાન છેલ્લા ઘણા સમયથી આતંકવાદીઓ અને આંતકી સમુહો સામે ઠોસ કાર્યવાહી કરવાનો દેખાડો કરી રહ્યું છે. પાકિસ્તાને આતંકી સમુહો સામે FIR નોંધાવ્યા હોવાનું દર્શાવી રહ્યું છે. અમેરિકાએ પાકિસ્તાનના પ્રતિબંધિત આતંકી સંગઠનો સામે કડક પગલા લેવાની નસીહત આપી હતી. અમેરિકાએ પાકિસ્તાનને કડક વલણ અપનાવવા અને સંતોષજનક પગલા ઉઠાવવા પછી જ દુનિયાના દેશ સામે પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાંથી બહાર કાઢવા માટે સમર્થન કરશે.

FATFના આ પગલાથી પાકિસ્તાનની અર્થવ્યવસ્થાની હાલત વધારે ખરાબ થશે. હાલમાં કેટલાક દિવસ પહેલા ઈસ્લામાદમાં રહેલા IMFના પ્રતિનિધિ ટેરિજા સાંચેજે કહ્યું હતું કે, જો પાકિસ્તાન FATFની ગ્રે યાદીમાંથી બહાર નહી નિકળે તો તેની હાલની સ્વીકૃત લોન ખતરામાં પડી શકે છે.

pakistan gujarati mid-day