ફેસબુક પર લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ

13 July, 2019 07:27 PM IST  | 

ફેસબુક પર લાગ્યો અત્યાર સુધીનો સૌથી મોટો દંડ

અમેરિકન રેગ્યુલેટર્સ ડેટા સુરક્ષીત અને પ્રાઈવસીના ઉલ્લંઘન મામલે તપાસ કર્યા પછી ફેબસુક પર 5 બિલિયન ડોલર એટલે કે આશરે રૂ. 34 હજાર કરોડનો દંડ લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અમેરિકન વેપારનું ધ્યાન રાખતી ફેડરલ ટ્રેડ કમીશન (FTC)ને માર્ચ 2018માં ફેસબુક પરથી ડેટા લીક થવાના કેસની તપાસ શરૂ કરી હતી. ફેસબુકને યુઝર્સની પ્રાઈવસી અને સુરક્ષામાં ખામી મામલે ગુનેગાર જાહેર કરવામાં આવી હતી.

છેલ્લા ઘણા સમયથી ફેસબુકમાં ડેટા પ્રાઈવેસી મામલે સતત સવાલ ઉઠાવવામાં આવી રહ્યાં છે. અમેરિકી ન્યૂઝ પેપર ધી વોલ સ્ટ્રીટ જનરલ પ્રમાણે ફેસબુક 2018માં બ્રિટિશ કન્સલ્ટનસી ફર્મ કેમ્બ્રિજ એનાલિટિકાને તેમના કરોડો યુઝર્સનો ડેટા આપવાનો આરોપ લગાવ્યો હતો. આ મામલે ફેસબુકના ફાઉન્ડર માર્ક ઝુકરબર્ગ અમેરિકન સાંસદ સામે રજૂ થવું પડ્યું હતું. FTCએ તે પછી ફેસબુક પર લગાવવામાં આવેલા આરોપોની તપાસ શરૂ કરી દીધી હતી. આ તપાસ ચાલુ થતા ફેસબુકે દંડ માટે 5 બિલિયન ડોલરની જોગવાઈ કરી હતી જેના કારણે કંપનીની બેલેન્સ શીટને ખાસ અસર થશે નહી.

આ પહેલા ગૂગલ પર પણ દંડ ફટકારવામાં આવ્યો હતો. કમીશન તરફથી ફેસબુક પર લગાવવામાં આવેલો દંડ કોઈ પણ ટેક કંપની પર લગાવવામાં આવેલી અત્યાર સુધીની સૌથી મોટી પેનલ્ટી છે. જોકે તે ફેસબુકની 2018ની રેવન્યુનો માત્ર 9 ટકા જ છે. આ પહેલાં FTCએ 2012માં ગૂગલ પર અંગતતા મામલે 2.25 કરોડ ડોલર (અંદાજે રૂ. 154 કરોડ)નો દંડ ફટકાર્યો હતો.

facebook mark zuckerberg gujarati mid-day