Facebook ના CEOને જવું પડી શકે છે જેલમાં, અમેરિકાના સાંસદની માંગ

04 September, 2019 03:36 PM IST  |  USA

Facebook ના CEOને જવું પડી શકે છે જેલમાં, અમેરિકાના સાંસદની માંગ

USA : અમેરિકના સાંસદે ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગ (Mark Zuckerberg) પર આરોપ લગાવતા સજાની માંગણી કરી છે. ઑરગૉનથી ડેમોક્રેટ સાંસદ રૉન વાઈડેને ઝુકરબર્ગ પર સોશિયલ મીડિયા પ્લેટફોર્મના દૂરુપયોગનો આરોપ લગાવ્યો અને કહ્યું કે તેમણે આનું ગંભીર પરિણામ ભોગવવું પડશે.

ઝકરબર્ગે અનેક વાર અમેરિકાના નાગરીકોને પ્રાઇવસીને લઇને ખોટુ બોલતા રહ્યા : સાંસદ
સાંસદે કહ્યું કે માર્ક ઝકરબર્ગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મના માધ્યમથી કંઝ્યુમરનો વ્યક્તિગત ડેટાનો દુરૂપયોગ કર્યો છે. તેમણે એક સાપ્તાહિક અખબારને આપેલા ઈંટરવ્યૂમાં કહ્યં કે, 'માર્ક ઝકરબર્ગ અનેક વાર અમેરિકાના નાગરિકોને પ્રાઈવસીને લઈને ખોટું બોલતા રહ્યા. મારા વિચારથી તે વ્યક્તિગત રીતે આ માટે દોષિત છે. એટલે તેમના પર આર્થિક દંડ અને ઉંમર કેદ સુધીની સજા થવી જોઈએ. તેમણે લોકોને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે.'



જણાવી દઈએ કે 2018માં વાઈડેને એક બિલ રજૂ કર્યું હતું. જેના અંતર્ગત કંઝ્યૂમરની ડેટા પ્રાઈવસી સાથે છેડછાડ કરનાર ફર્મને યૂએસ ફેડરલ ટ્રેડ કમિશન સજા આવી શકે છે. દોષી ફર્મના અધિકારીઓને 20 વર્ષ સુધીની જેલ અને 50 લાખ ડૉલરના દંડનું જોગવાઈ આ બિલમાં છે.


આ પણ જુઓ : આવી હશે 2069માં આપણી લાઈફસ્ટાઈલ, મળશે આવી સુવિધાઓ

એફટીસીએ Facebook પર 5 અરબ ડૉલરનો દંડ લગાવ્યો હતો
જુલાઈમાં એફટીસીએ ફેસબુક (Facebook) પર 5 અરબ ડૉલરનો દંડ કરવામાં આવ્યો છે. એફટીસીએ માર્ચ 2018માં પ્રાઈવસી સાથે જોડાયેલા મામલામાં ફેસબુકની સામે તપાસની પ્રક્રિયા શરૂ કરી રહી હતી. એફટીસીએ કહ્યું કે રિસર્ચ ફર્મ કેમ્બ્રિજ એનાલિટિક્સે ફેસબુકે 8.7 કરોડ યૂઝરનો પ્રાઈવેટ ડેટા મેળવ્યો. ફેસબુકે આ મામલે યૂઝરને જણાવવું જોઈતું હતું. કેમ્બ્રિજ એનાલિટિકા બાદ અનેક એવા મામલા જોવામાં આવ્યા જેમાં ફેસબુકની તરફથી પ્રાઈવસી સાથે જોડાયેલી ઘટના થઈ છે.

facebook mark zuckerberg technology news