Elon Musk: "જો હું શંકાસ્પદ પરિસ્થિતિમાં મરી જાઉં તો" એલન મસ્કે કેમ આવું કહ્યું?

09 May, 2022 04:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે (Elon Musk) તાજેતરમાં જ માઇક્રોબ્લૉગિંગ પ્લેટફૉર્મ ટ્વિટર ખરીદ્યું છે, આ ડીલ 44 બિલિયન ડૉલરમાં પૂરી થઈ છે.

ફાઈલ તસવીર

ટેસ્લાના સીઇઓ એલન મસ્ક કોઇકને કોઇક કારણે ચર્ચામાં છવાયેલો રહે છે. તાજેતરમાં જ તેનું એક ટ્વીટ ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. તેણે પોતાના ટ્વીટમાં પોતાના `શંકાસ્પદ મોત` વિશે વાત કરી છે. ત્યાર પછી ટ્વિટર પર આને લઈને લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાની શરૂઆત કરી દીધી છે. જણાવવાનું કે વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને ટેસ્લાના સીઈઓ એલન મસ્કે (Elon Musk) તાજેતરમાં જ માઇક્રોબ્લૉગિંગ પ્લેટફૉર્મ ટ્વિટર ખરીદ્યું છે, આ ડીલ 44 બિલિયન ડૉલરમાં પૂરી થઈ છે.

મસ્કે ટ્વીટ કર્યું છે કે જો હું શંકાસ્પદ પરિસ્થિતિઓમાં મરી જાઉં છું તો આ નાઈસ (Knowin ya) હશે. એલન મસ્ક વિશ્વનો સૌથી ધનાઢ્ય શખ્સ હોવાની સાથે ટેસ્લા ઇંકનો સીઇઓ છે અને તે સિવાય બે અન્ય કંપની, દ બોરિંગ કંપની અને SpaceXનો હેડ પણ છે. 

મસ્કના શરૂઆતના દિવસોની વાત કરીએ તો એક કનેડિયન મા અને દક્ષિણ આફ્રિકન શ્વેત પિતાની સંતાન છે. તેનો જન્મ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. શરૂઆતની સ્ટડી પછી તેણે પ્રિટોરિયા વિશ્વિદ્યાલયમાં એડમિશન મેળવ્યું, પણ થોડોક સમય પછી 17 વર્ષની ઉંમરમાં કેનેડા ગયો. થોડોક સમય કેનેડામાં રહ્યા પછી તે અમેરિકા તરફ વળ્યો અને પોતાના નસીબના દ્વાર ઉઘાડ્યા.

પેંસિલવેનિયા વિશ્વવિદ્યાલયમાંથી તેણે અર્થશાસ્ત્ર અને ભૌતિકીમાં બેચલર ડિગ્રી મેળવી અને 1995માં કેલિફૉર્નિયા ગયો, અહીં તેણે સ્ટેનફૉર્ડ યૂનિર્વર્સિટીમાં એડમિશન લીધું. પણ પછી ભણવાને બદલે કામ કરવાનો નિર્ણય લીધો અને પોતાના ભાઈ સાથે મળીને જિપ2 નામે વેબ સૉફ્ટવેર કંપની બનાવી.

international news elon musk twitter