જીવલેણ ભૂકંપે અલ્બાનિયામાં લીદો 50નો ભોગ, બચાવ કાર્ય થયું બંધ

01 December, 2019 05:18 PM IST  |  Mumbai Desk

જીવલેણ ભૂકંપે અલ્બાનિયામાં લીદો 50નો ભોગ, બચાવ કાર્ય થયું બંધ

અલ્બાનિયામાં ભૂકંપને લીધે મરણાંક 50 થઈ ગયો છે. આ પહેલા મરણાંક 40ની આસપાસ હતો. આ જીવલેણ ભૂકંપે રાજધાની તિરાનાને હલબલાની મૂક્યો છે. 6.4ની તીવ્રતાથી આવેલ આ ભૂકંપમાં ઘણું નુકસાન થયું હતું. આ ભૂંકપના કાઠમાળમાં ફસાયેલા લોકોને બચાવવા માટે રેસ્ક્યૂ ઑપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. દરમિયાન ઘણાં લોકોને બચાવી લેવામાં આવ્યા. આ ખતરનાક ભૂકંપના ઝાટકાઓથી કેટલાય લોકો જોખમી થયા છે. ઘણી મોટી સંખ્યામાં લોકો ગાયબ પણ છે. મિસિંગ લોકોની શોધ ચાલું રાખવામાં આવી હતી. વડાપ્રધાન એદી રામાએ કહ્યું કે હવે બચાવ કાર્ય પૂરું થઈ ગયું છે.

ઘટનાના સાક્ષ્યએ ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે હાર્ડ-હિટ તટના શહેરમાં ઇતાલવી બચાવકર્મિઓએ ગુરુવારે એક માતા અને ત્રણ બાળકોના મૃતદેહોને તેના ઘરના કાઠમાળ નીચે એક પથારી પર સૂતેલા જોયા. દરમિયાન ત્યાં રહેતા એક પરિવારના માત્ર એક સભ્યને મંગળવારે બચાવી લેવામાં આવ્યો. આ સિવાય અને મૃત લોકોના મૃતદેહો કાઢવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : સની લિયોનીનો ફ્લોરલ બિકિનીમાં સેક્સી લૂક સોશિયલ મીડિયા પર વાયરલ

એક ફ્રાંસીસી બચાવ દળના કેપ્ટન જોએલ લેરૉયે ન્યૂઝ એજન્સી એએફપીને જણાવ્યું કે આ ભૂકંપમાં જોખમી થયેલા લોકોની સારવાર કરવામાં આવી રહી છે અને આશા છે કે તે બધાં જલ્દી સાજાં થઈ જશે. લોકોની મદદ કરવા માટે ઓછામાં ઓછા 50 લોકોની ટીમ લગાવવામાં આવી હતી.

national news earthquake