ચીનના સિચુઆનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપ; ૧૧નાં મોત, ૧૨૨ ઘાયલ

19 June, 2019 09:29 AM IST  | 

ચીનના સિચુઆનમાં ૬ની તીવ્રતાનો ભૂકંપ; ૧૧નાં મોત, ૧૨૨ ઘાયલ

ભૂકંપમાં ૧૧નાં મોત, ૧૨૨ ઘાયલ

ચીનના સિચુઆનમાં આવેલા ભૂકંપના બે ઝાટકામાં ૧૨ લોકોનાં મોત થયાં છે, જ્યારે ૧૨૫ લોકો ઘાયલ થયા છે. ચીનના ભૂકંપ કેન્દ્ર (સીઈએનસી)ના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક સમયાનુસાર યિબિન શહેરના ચાંગિંગ કાઉન્ટીમાં સોમવારે રાતે ૧૦.૫૫ કલાકે પહેલી વખત ૬ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ત્યારબાદ ૫.૩ની તીવ્રતાની સાથે બીજો ઝટકો મંગળવારે સવારે આવ્યો હતો.

ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે એક બચાવકર્મીએ કહ્યું કે, ચાંગિંગ કાઉન્ટીમાં બે લોકો હજી પણ ફસાયા છે, જેમાં એકની હાલત ગંભીર છે. શૌન્ગી શહેરમાં ચાર લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ચેંગિંગ કાઉન્ટીમાં ૧૬મા માળે રહેનારા ચેન હોંગસિયાએ જણાવ્યું કે, જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે હું મારા ઘરમાં આરામ કરી રહ્યો હતો. મારો પરિવારને બચવા માટે પહેલા ટૉઈલેટમાં ગયો ત્યારબાદ બધા બહાર નીકળી ગયા હતા.

આ પણ વાંચો: એક સર્વે પ્રમાણે 2010 બાદ અમેરીકામાં 38% ભારતીયોનો થયો વસ્તીવધારો

રાજધાની ચેંગદુમાં અર્થ ક્વેક વોર્નિંગ સિસ્ટમે ભૂકંપ aઆવ્યાના એક મિનિટ પહેલા લોકોને સતર્ક કર્યા હતા. ત્યારબાદ ભારે ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપ બાદ કટોકટી વ્યવસ્થાપન મંત્રાલયે રાહતની કામગીરી શરૂ કરી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવકર્મીઓને મોકલવામાં આવ્યા છે. સ્ટેટ મીડિયાના જણાવ્યા પ્રમાણે, રાષ્ટ્રીય ખાદ્ય મંત્રાલયે પાંચ હજાર ટેન્ટ, ૧૦ હજાર ફોલ્ડિંગ બેડ અને ૨૦ હજાર રજાઈ ભૂકંપ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોકલ્યા છે.

china gujarati mid-day