ભીષણ યુદ્ધ વચ્ચે ડોનલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદી સાથે વાત કરી, હોર્મુઝ સ્ટ્રેટ વિશે ચર્ચા કરી

25 March, 2026 09:09 AM IST  |  Delhi | Gujarati Mid-day Correspondent

વેસ્ટ એશિયામાં ભીષણ યુદ્ધ વચ્ચે ગઈ કાલે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી

ડોનલ્ડ ટ્રમ્પ અને નરેન્દ્ર મોદી

વેસ્ટ એશિયામાં ભીષણ યુદ્ધ વચ્ચે ગઈ કાલે અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. આ મુદ્દે ભારતમાં અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે જણાવ્યું હતું કે ‘પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. તેમણે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી પરિસ્થિતિ પર ચર્ચા કરી હતી, જેમાં હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી રાખવાના મહત્ત્વનો પણ સમાવેશ થાય છે.’

ડોનલ્ડ ટ્રમ્પના ફોન પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોશ્યલ મીડિયાની પોસ્ટમાં લખ્યું હતું કે ‘પ્રેસિડન્ટ ટ્રમ્પનો ફોન આવ્યો હતો અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ પર ઉપયોગી વિચારોનું આદાન-પ્રદાન થયું હતું. ભારત શક્ય એટલી વહેલી તકે તનાવ ઓછો કરવા અને શાંતિ પુનઃ સ્થાપિત કરવાનું સમર્થન કરે છે. હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી, સુરક્ષિત અને સુલભ રહે એ સુનિશ્ચિત કરવું સમગ્ર વિશ્વ માટે જરૂરી છે. અમે શાંતિ અને સ્થિરતા માટેના પ્રયાસો અંગે સંપર્કમાં રહેવા સંમત થયા હતા.’   

international news world news middle east crisis iran israel united states of america donald trump narendra modi hormuz strait