ભારત-ચીન સીમા વિવાદ- ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપી મદદની ઑફર

25 September, 2020 02:16 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ભારત-ચીન સીમા વિવાદ- ડોનાલ્ડ ટ્રમ્પે ફરી આપી મદદની ઑફર

ડોનાલ્ડ ટ્રમ્પ

અમેરિકન (American President) રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ગુરુવારે ફરી આશા વ્યક્ત કરી કે ભારત (India) અને ચીન (China) પોતાના હાલના સીમા વિવાદોને ઉકેલવામાં સક્ષમ હશે, કારણકે તેમણે આ સંબંધોમાં બે એશિયન દિગ્ગજોની મદદ કરવાનો પ્રસ્તાવ રજૂ કર્યો છે. ટ્રમ્પે વ્હાઇટ (White House) હાઉસમાં કહ્યું કે, "મને ખબર છે કે હવે ચીન (china) અને ભારત (India)ને મુશ્કેલીઓ આવી રહી છે અને ખૂબ જ મુશ્કેલીઓ આવી રહી છે. આશા છે કે તે આનો ઉકેલ શોધી શકશે. જો અમે મદદ કરી શકીએ છીએ, તો અમને મદદ કરવું ગમશે."

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે ભારતીય અને ચીની સેનાના વરિષ્ઠ અધિકારીઓએ લદ્દાખમાં LAC વિવાદને ઉકેલવા માટે બેઠક કરી છે. બન્ને દેશોએ LAC પર વધુ સૈનિકો ન મોકલવા પર સહેમતિ દર્શાવી છે. અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિઓએ કહ્યું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ચીન સાથે એક નિષ્પક્ષ અને સંતુલિત સંબંધો ઇચ્છે છે, જ્યાં એક દેશ બીજા દેશ માટે અથવા અન્ય દેસોની આજીવિકા માટે જોખમ ન બને.

જણાવવાનું કે અમેરિકન રાષ્ટ્રપતિએ 2018માં ચીન સાથે વ્યાપાર શરૂ કરી દીધો, જેના પછી બન્ને દેશો વચ્ચે સંબંધ બગડ્યા હતા. ટ્રમ્પે ચીન સાથે વેપારના નુકસાનને ઘટાડવામાં માટે કહ્યું હતું જે 2017માં 375.6 અરબ અમેરિકન ડૉલર હતા. કોવિડ-19 મહામારી પછી ચીન અને અમેરિકાના સંબંધો હજી વધારે બગડ્યા હતા. ટ્રમ્પ વારંવાર કોરોનાવાયરસને 'ચીની વાયરસ' કહે છે અને તેઓ કહે છે કે ચીન આ મહામારી સામે યોગ્ય રીતે લડી શક્યું નહીં, જો કે, ચીન આ આરોપને નકારે છે.

international news india china united states of america