આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી હારી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ, આ હોય શકે છે કારણ

06 September, 2019 10:27 AM IST  |  વૉશિંગ્ટન

આગામી રાષ્ટ્રપતિની ચૂંટણી હારી શકે છે ડોનાલ્ડ ટ્રમ્પ, આ હોય શકે છે કારણ

2020માં ટ્રમ્પને પડી શકે છે મુશ્કેલી

આવતા વર્ષે અમેરિકામાં ચૂંટણી થવા જઈ રહી છે. જેને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. અમેરિકાની ચૂંટણી પહેલાના એક પોલમાં એવો દાવો કરવામાં આવ્યું છે કે આગામી ચૂંટણીમાં ટ્રમ્પ હારી શકે છે. સર્વે પ્રમાણે અમેરિકાના લગભગ 52 ટકા લોકોએ ટ્રમ્પની સામે મતદાન કરવાની યોજના બનાવી છે. સાથે જ તેમણે કહ્યું છે કે તેઓ કોર રિપબ્લિકનને સમર્થન આપી રહ્યા છે.

મતદાતા સંગઠને એક પ્રેસ રિલીઝમાં કહ્યું કે, લેટેસ્ટ રાસમુસેન રાષ્ટ્રીટ ટેલીફોન અને ઑનલાઈન સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે 42 ટકા અમેરિકાના મતદાતાઓનું કહેવું છે કે તેઓ 2020માં રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પ માટે મતદાન કરવાની વધુ સંભાવના રાખે છે. સાથે જ રાસમુસેને કહ્યું કે 52 ટકા મતદાતાઓ તેની વિરુદ્ધમાં મતદાન કરી શકે છે. પોલ એજન્સીએ કહ્યું કે 6 ટકા મતદાતાઓએ હજી સુધી નિર્ણય નથી લીધો.

આ પણ જુઓઃ Monal Gajjar: જાણો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ રેવાની 'સુપ્રિયા'ને..

પ્રેસ રીલિઝમાં આગળ કહેવામાં આવ્યું છે કે, 'તમામ મતદાતાઓમાંથી જે કહે છે કે તેઓ ટ્રમ્પની વિરુદ્ધમાં મત આપવાની સંભાવના રાખે છે, તેમાંથી 58 ટકા કહે છે કે તેમનો મત ટ્રમ્પની સામે જવાની સંભાવના છે, જ્યારે 37 ટકાને આશા છે કે તેમનો મત બીજા ઉમેદવારને જઈ શકે છે.'