પુલાવામામાં હુમલો: ઈમરાનના નિવેદન બાદ ટ્રમ્પનું મોટું નિવેદન

20 February, 2019 02:38 PM IST  | 

પુલાવામામાં હુમલો: ઈમરાનના નિવેદન બાદ ટ્રમ્પનું મોટું નિવેદન

નરેન્દ્ર મોદી સાથે ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે કહ્યું કે કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાનમાં સક્રિય આંતકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનો હુમલો એક ભયાનક સ્થિતિનો ઈશારો કરે છે. આ હુમલામાં 40 ભારતીય અર્ધલશ્કરી દળના જવાન માર્યા ગયા. ટ્રમ્પે આગળ કહ્યું કે અમને સતત આના પર રિપોર્ટ મળી રહી છે, અમે પરિસ્થિતિ પર નજર રાખીએ છીએ. રાજ્યના સચિવ માઈક પોમ્પેઓ, બોલ્ટન અને વ્હાઈટ હાઉસની પ્રેસ સચિવ સારા સૈન્ડર્સે પોતાના અલગ-અલગ નિવેદનોમાં પાકિસ્તાનને તરત જૈશ અને એના નેતાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવા અને આતંકવાદી સુરક્ષિત ઠેકાણાઓ પર સમર્થન સમાપ્ત કરવા કહ્યું છે.

મહત્વની વાત એ છે કે રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ અને વિદેશ વિભાગનું આ નિવેદન એ સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને મંગળવારે કહ્યું હતું કે આ હુમલામાં પાકિસ્તાન સત્તાનો કોઈ હાથ નથી. એની સાથે જ પાકિસ્તાન પીએમે ભારતને ઉકસાવતા કહ્યું હતું કે 'જો ભારત હુમલો કરવાની વિચારી રહી છે તો એણે યાદ રાખવુ જોઈએ કે તેઓ હુમલાની શરૂઆત કરી શકે છે, પરંતુ એનો અંત એમના હાથે નહીં થાય'.

narendra modi donald trump pulwama district terror attack