મીટિંગમાં ઉધરસ આવી તો ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફને કાઢી મૂક્યા

17 June, 2019 04:46 PM IST  |  વોશિંગ્ટન

મીટિંગમાં ઉધરસ આવી તો ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફને કાઢી મૂક્યા

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના વિચિત્ર સ્વભાવ માટે જાણીતા છે. ટ્રમ્પ ખાસ કરીને પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. જો કે આ વખતે ટ્રમ્પે એક એવું કામ કર્યું છે જેને કારણે આખા વિશ્વના લોકો ચોંકી ઉઠ્યા. એક મીટિંગ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફને મીટિંગમાંથી માત્ર એટલા કારણસર કાઢી મૂક્યા કારણ કે તેમને ઉધરસ આવી હતી. જી હાં, આ મીટિંગનો વીડિયો પણ વાઈરલ થયો છે.

આવી રીતે બની ઘટના

ઘટના કંઈક એવી હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે એક ઈન્ટરવ્યુ દરમિયાન વ્હાઈટ હાઉસના ચીફ ઓફ સ્ટાફ મિક મુલવાનેને ઉધરસ આવવાથી ઓવલ ઓફિસમાંથી બહાર કાઢી મૂક્યા. ડોનાલ્ડ ટ્રમ્પ એબીસ ન્યૂઝ ચેનલને ઈન્ટરવ્યુ આપી રહ્યા હતા. આ ઈન્ટરવ્યુ દરમિયાન જ રૂમમાં હાજર મિક મુલવાનેને ઉધરસ આવી, તેઓ કેમેરામાં નહોતા દેખાઈ રહ્યા. પહેલીવાર તો ટ્રમ્પે આ વાતને નજરઅંદાજ કરી, પરંતુ બીજી વખત ઉધરસ આવવા પર મિક મુલવાનેને ઓફિસમાંથી કાઢી મૂક્યા.

અહીં જુઓ વીડિયો

ટ્રમ્પે ઈન્ટરવ્યુમાં આપ્યા આ જવાબ

ટ્રમ્પના આદેશ પર મિક મુલવાને રૂમમાંથી બહાર નીકળ્યા અને ફરી એકવાર ઈન્ટરવ્યુ શરૂ કરાયો. ટ્રમ્પનો આ ઈન્ટરવ્યુ રવિવારે ચેનલ પર ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાં ટ્રમ્પે પોતાની ચૂંટણી, પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, મુએલર ઈન્વેસ્ટિગેશન સહિતના મામલે જવા આપ્યા હતા. ટ્રમ્પે ચૂંટણીમાં રશિયાની મદદના આરોપો ફગાવતા કહ્યું કે આ ખોટી વાત છે, બધી વાતો મીડિયાએ ઉભી કરેલી છે.

આ પણ વાંચોઃ ડોનાલ્ડ ટ્રમ્પ : ટ્વીટ કરી કરીને ચંદ્ર પર જઇએ છીએ કહેવાનું બંધ કરે નાસા

ઉધરસ આવવા અંગે કહ્યું મને નથી ગમતું

આ દરમિયાન મિકને ઉધરસ આવવા પર ટ્રમ્પે કહ્યું કે તમે જાણો છો કે મને આ બધું પસંદ નથી. મને આ નથી ગમતું, બાદમાં ટ્રમ્પે મુલવાનેને કહ્યું કે તને ઉધરસ આવે છે તો રૂમમાંથી બહાર નીકળી જા.

donald trump white house news