માલિકે બે ડૉગીના ગેરકાનૂની નામ પાડ્યાં એ બદલ ૧૦ દિવસ જેલમાં રહેવું પડ્ય

18 May, 2019 01:05 PM IST  | 

માલિકે બે ડૉગીના ગેરકાનૂની નામ પાડ્યાં એ બદલ ૧૦ દિવસ જેલમાં રહેવું પડ્ય

પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ પ્રાણીનો ઉછેર કરવો અને એને ટ્રેઇન કરીને પાળતુ બનાવવો એ ખરેખર અઘરું કામ છે. જોકે ચીનની એક ઘટના પછી તો એમ પણ કહેવું પડશે કે પાળેલા પ્રાણીનું નામ પાડવું પણ બહુ સાવધાની માગી લેતું કામ છે. વાત એમ છે કે ચીનના યિન્ગઝોઉ શહેરમાં એક શ્વાન ઉછેર કેન્દ્ર ચલાવતા ૩૦ વર્ષના બાન નામના ભાઈને સ્થાનિક પોલીસ પકડી ગઈ હતી અને એનું કારણ એ હતું કે તેમણે બે શ્વાનનાં નામ પાડ્યાં હતાં જે ગેરકાનૂની હતાં. આ ભાઈને એની કોઈ જાણ હતી નહીં. તેમણે તો નવજાત બચ્ચાની તસવીરો સાથે ચાઇનીઝ મોબાઇલ મેસેન્જર વીચૅટ પર એમનાં નામ અનાઉન્સ કર્યાં હતાં. એ નામ હતાં ચેન્ગગુઆન અને શીગુઆન.

શું આ નામનો અર્થ ખરાબ થાય છે? ના. તો આ નામમાં વળી એવું તે શું છે કે એ માટે બાનભાઈને ૧૦ દિવસ જેલમાં કાઢવા પડ્યા? બીજિંગ ન્યુઝ નામના વર્તમાનપત્રના અહેવાલ મુજબ પોલીસે બાનને એમ કહીને પકડ્યો હતો કે કોઈ ડૉગનું નામ સરકારી અધિકારી પરથી રાખવાનું ગેરકાનૂની છે.

આ પણ વાંચો: મધદરિયે તરતા બાર માટે જોઈએ છે બાર-ટેન્ડર

ચેન્ગગુઆન અને શીગુઆન એ શહેરના ગુનાવિરોધી કાર્યવાહી કરતા ઉચ્ચ અધિકારીઓનાં નામ હતાં. એ નામ સોશ્યલ મીડિયામાં ફરતાં જોઈને સ્થાનિક પોલીસ અચાનક સાબદી બની ગઈ હતી અને ક્યાંક બાન દ્વારા કોઈ ગેરકાનૂની પ્રવૃત્તિને સપોર્ટ તો નથી મળતોને એ જાણવા દોડતી થઈ ગઈ હતી. બાનભાઈએ બહુ સમજાવ્યું કે મને આવા કાયદાની ખબર નહોતી, પણ પોલીસ માની નહીં. ૧૦ દિવસ તેમને ડિટેન્શન સેન્ટરમાં ગાળવા પડ્યા અને પછીયે કંઈ હાથ ન લાગતાં તેમને કૂતરાઓનાં નામ બદલવાની શરત સાથે છોડી મૂકવામાં આવ્યા.

hatke news