અમેરિકામાં વૅક્સિનનો ભરાવો

13 June, 2021 12:59 PM IST  |  Washington | Agency

ટેનેસી અને ઉત્તર કેરોલિનામાં કોવિડ-19 વૅક્સિનની માગ એટલી હદે ઘટી ગઈ કે આ બંને પ્રાંતની અડધા કરતાં વધુ વસ્તીને રસી લેવાની બાકી હોવા છતાં ફેડરલ સરકારને લાખો ડોઝ પરત કરવામાં આવ્યા હતા.

વેક્સિન

ટેનેસી અને ઉત્તર કેરોલિનામાં કોવિડ-19 વૅક્સિનની માગ એટલી હદે ઘટી ગઈ કે આ બંને પ્રાંતની અડધા કરતાં વધુ વસ્તીને રસી લેવાની બાકી હોવા છતાં ફેડરલ સરકારને લાખો ડોઝ પરત કરવામાં આવ્યા હતા. 

ઓક્લાહોમાએ છેલ્લા એક મહિના કરતાં પણ વધુ સમયથી સરકાર પાસેથી રસીના નવા ડોઝ મગાવ્યા નથી તેમ જ એક અઠવાડિયાની બે લાખ ડોઝની ફાળવણીને પણ ઠુકરાવી દીધી હતી. અમેરિકામાં લગભગ પ્રત્યેક રાજ્યો તેમની પાસેની વૅક્સિન એક્સપાયર થતાં પહેલાં એનો ઉપયોગ કરવા ઉતાવળાં થયાં છે. અમેરિકા રસીના વધતા જતા સરપ્લસથી ચિંતિત છે અને એક્સપાયરી ડેટ પહેલાં રસીકરણ કરવા પ્રયત્નશીલ છે,  

લાખો ડૉલરના ઇનામ, ફ્રી બિયર છતાં વૅક્સિનની અગત્યતા સમજાવવામાં અમેરિકા નિષ્ફળ રહ્યું છે. વૅક્સિનના સ્ટૉકમાં વૃદ્ધિ થાય છે. ઓક્લાહામા પાસે ૭ લાખ કરતાં વધુ ડોઝ છે, જેમાંથી દિવસના માત્ર ૪૫૦૦ ડોઝ અપયા છે  ફાઇઝર અને મૉડર્નાના ૨૭,૦૦૦ ડોઝ આ મહિનાના અંત સુધીમાં એક્સપાયર થઈ જશે. 

washington coronavirus covid19 covid vaccine vaccination drive united states of america