સાયપ્રસમાંથી ડેલ્ટા અને ઓમાઇક્રોનના કૉમ્બિનેશનવાળો નવો વેરિઅન્ટ શોધાયો

10 January, 2022 11:13 AM IST  |  Nicosia | Gujarati Mid-day Online Correspondent

આ નવા વેરિઅન્ટમાં ડેલ્ટા જિનોમ્સમાં ઓમાઇક્રોન જેવું જીન્સનું ગ્રુપ છે

પ્રતીકાત્મક તસવીર

ઓમાઇક્રોન વેરિઅન્ટના કારણે કોરોનાના કેસની સંખ્યા વિક્રમ સ્તરે પહોંચી છે ત્યારે સાયપ્રસના સાયન્ટિસ્ટ્સે ​વધુ ચિંતા જગાવતા ન્યુઝ આપ્યા છે. આ સાયન્ટિસ્ટ્સે કોરોનાના એક એવા વેરિઅન્ટના ૨૫ કેસ શોધ્યા છે જેમાં ડેલ્ટા અને ઓ​માઇક્રોન એમ બંને વેરિઅન્ટ્સનાં એલિમેન્ટ્સ છે, જેને ડેલ્ટાક્રોન નામ આપવામાં આવ્યું છે. કોરોનાના કારણે હૉસ્પિટલમાં દાખલ દરદીઓમાં એનું પ્રમાણ વધારે છે. 
યુનિવર્સિટી ઑફ સાયપ્રસના બાયોલૉજિકલ સાયન્સિસના પ્રોફેસર અને લૅબોરેટરી ઑફ બાયોટેક્નૉલૉજી ઍન્ડ મોલેક્યુલર વાયરોલૉજીના વડા લિયોનડિયોસ કોસ્ટ્રિકિસ અને તેમની ટીમ દ્વારા આ શોધ કરવામાં આવી છે. આ નવા વેરિઅન્ટમાં ડેલ્ટા જિનોમ્સમાં ઓમાઇક્રોન જેવું જીન્સનું ગ્રુપ છે.

આ વેરિઅન્ટ વિશે ખાસ હકીકત

૧) સાયપ્રસમાં લેવામાં આવેલાં ૨૫ સૅમ્પલ્સમાં ડેલ્ટાક્રોન ડિટેક્ટ થયો છે, જેમાંથી ૧૧ પેશન્ટ્સ કોરોનાના કારણે હૉસ્પિટલમાં દાખલ હતા.
૨) ઍનલિસિસમાં કોરોનાથી સંક્રમિત થનારા, પરંતુ હૉસ્પિટલમાં દાખલ ન થનારા લોકોની સરખામણીમાં કોરોનાના કારણે હૉસ્પિટલમાં દાખલ થનારી વ્યક્તિઓમાં ડેલ્ટાક્રોનનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
૩) આ નવો વેરિઅન્ટ બીજે ક્યાંય પણ ડિટેક્ટ ન થયો હોવાની પણ શક્યતા છે. આ કેસીસ વિશે જર્મનીસ્થિત ઇન્ટરનૅશનલ ડેટાબેઝ-ગ્લોબલ ઇનિશિયેટિવ ઑન શૅરિંગ ઑલ ઇન્ફ્લુએન્ઝા ડેટાને વિગતો આપવામાં આવી છે.

international news coronavirus covid19