ઇન્ડોનેશિયામાં બાળકો માટે ડેલ્ટા વેરિઅન્ટ ‘કાળ’ : વીકમાં ૧૦૦ મોત

27 July, 2021 03:37 PM IST  |  Jakarta | Agency

ઇન્ડોનેશિયામાં બાળકોના મોતની ટકાવારી દુનિયાના અન્ય ભાગોની સરખામણીએ ઘણી વધારે છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બાળકોને કોરોના મહામારીથી સૌથી ઓછો ખતરો હોય છે.

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસનું ડેલ્ટા વેરિઅન્ટ ઇન્ડોનેશિયામાં બાળકો માટે કહેર બનીને આવ્યું છે. ગત કેટલાંક અઠવાડિયાંમાં કોરોના મહામારીથી અનેક બાળકોનાં મોત થયાં છે. આમાંથી અનેક બાળકો એવા છે જેમની ઉંમર પાંચ વર્ષથી પણ ઓછી છે. ઇન્ડોનેશિયામાં બાળકોના મોતની ટકાવારી દુનિયાના અન્ય ભાગોની સરખામણીએ ઘણી વધારે છે. અત્યાર સુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે બાળકોને કોરોના મહામારીથી સૌથી ઓછો ખતરો હોય છે.
જોકે, ઇન્ડોનેશિયાની આ ભયાનક સ્થિતિએ દુનિયાને ટેન્શનમાં મૂકી દીધી છે. આ મહિને ફક્ત એક જ અઠવાડિયામાં ૧૦૦થી વધારે બાળકોનાં મોત થયાં છે. ઇન્ડોનેશિયા અત્યારે સૌથી વધારે કોરોના વાઇરસના કેસથી ઝઝૂમી રહ્યું છે. કહેવામાં આવી રહ્યું છે કે બાળકોનાં આ મોત એવા સમયે થઈ રહ્યાં છે જ્યારે સમગ્ર દક્ષિણ પૂર્વ એશિયામાં ડેલ્ટા વેરિઅન્ટ તબાહી મચાવી રહ્યું છે. શુક્રવારે ઇન્ડોનેશિયામાં કોરોનાના ૫૦,૦૦૦ નવા કેસ સામે આવ્યા અને ૧૫૫૬ લોકોનાં મોત થયાં.
બાળકોના ડૉક્ટરો પ્રમાણે ઇન્ડોનેશિયામાં કુલ કોરોનાના સત્તાવાર કેસમાં ૧૨.૫ ટકા બાળકો છે. 

international news indonesia coronavirus covid19