COVID-19 વુહાનની લેબોરેટરીમાં બન્યો હોવાનો ચાઈનીઝ વાયરોલોજીસ્ટનો દાવો

14 September, 2020 09:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

COVID-19 વુહાનની લેબોરેટરીમાં બન્યો હોવાનો ચાઈનીઝ વાયરોલોજીસ્ટનો દાવો

લી-મેંગ યાન

ચીનની એક વાયરોલોજીસ્ટનો દાવો છે કે તેણે કોવિડ-19 વાયરસ વુહાનની લેબોરેટરીમાં બન્યો છે, જેના પુરાવા હોવાનો પણ આ વાયરોલોજીસ્ટનો દાવો છે.

ન્યૂઝ 18માં આવેલા આર્ટિકલ મુજબ લી-મેંગ યાન પાસે પુરાવા છે જે સાબિત કરશે કે કોવિડ-19 વાયરસ વુહાનની લેબમાં બન્યો છે. તેણે કહ્યું કે, વાયરસનું નિર્માણ વાયરોલોજી લેબમાં થયું છે.

યુટ્યુબમાં શૅર કરેલા વીડિયોમાં તેણે કહ્યું કે, આ વાયરસ માણસોની ફિંગરપ્રિન્ટ નાબૂદ કરે છે. લિ-મેંગ વૈજ્ઞાનિક છે જે હોંગ કોંગ સ્કૂલ ઓફ પબ્લિક હૅલ્થમાં કામ કરે છે. તેણે કહ્યું કે, વાયરસ ફેલાયુ તે પહેલાથી તેને આ બાબતની જાણ હતી.

લીએ લુઝ વુમન ટોક સાથે વાતચિત કરતા કહ્યું કે, તેણે પોતાની સુરક્ષા માટે અમેરિકા જવુ પડ્યુ હતું. તેણે સિકરેટ લોકેશનથી આ ઈન્ટરવ્યૂ આપ્યો હતો. લીએ કહ્યું કે, તેના સુપરવાઈઝે તેને કહ્યું કે તે ‘સાર્સ જેવા’ વાયરસની તપાસ કરે. તેને આ બાબતે કોઈને પણ ન જણાવવાનો આદેશ પણ મળ્યો હતો.

લીએ કહ્યું કે, આ આધારે તમને હકીકત જણાશે. હુ આ પુરાવાનો ઉપયોગ કરીને સાબિત કરીશ કે ચીનમાં જ વાયરસનું નિર્માણ થયું હતું. જેને બાયોલોજીનું જ્ઞાન ન હોય તો પણ તે આ વાચીને વેરિફાઈ કરી શકશે.

ચીનની સત્તા ઉપર આરોપ કરતા તેણે કહ્યું કે, સરકારે મારી સંપૂર્ણ માહિતી ડિલીટ કરી દીધી છે અને લોકોને પણ મારા બાબતે અફવા ફેલાવવા માટે કહ્યું છે.

covid19 china coronavirus