કોરોનાની સાઇડ ઇફેક્ટ : યુકેમાં બાળકો તેમના મનભાવતા ફૂડથી દૂર થઈ રહ્યાં છે

20 January, 2022 09:00 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

લોકોને જમવાની સ્મેલ અને મહેક કેમિકલ અને સડેલી વસ્તુ જેવી ફીલ થાય છે

પ્રતીકાત્મક તસવીર

યુકેમાં કોરોનાથી રિકવર થનારાં બાળકો સ્મેલની એક વિચિત્ર સમસ્યાનો સામનો કરી રહ્યાં છે, જેની તેમના ભોજન પર અસર થઈ રહી છે. લોકોને જમવાની સ્મેલ અને મહેક કેમિકલ અને સડેલી વસ્તુ જેવી ફીલ થાય છે. નિષ્ણાતો અનુસાર કોરોનાથી રિકવર થનારા દરદીઓમાં આ પ્રકારની સ્થિતિને પૅરોસ્મિયા કહેવામાં આવે છે, જેમાં સ્મેલ કરવાની ક્ષમતા પર અલગ રીતે અસર થાય છે. વ્યક્તિ એ ફીલ નથી કરી શકતી કે જે એ વસ્તુની સ્મેલ હોય છે. બ્રિટનમાં અઢી લાખ એડલ્ટ્સ પણ કોરોનાના કારણે પૅરોસ્મિયાથી પીડાયા હોવાનો
 અંદાજ છે. 
બ્રિટનના એક્સપર્ટ્સ અનુસાર આ જ કન્ડિશનના કારણે બાળકોને એક સમયે જે ફૂડ ખૂબ ભાવતું હતું એને ખાવું પણ તેમના માટે મુશ્કેલ છે. પૅરોસ્મિયાથી પીડાતી વ્યક્તિને સામે લિંબુ પડેલાં હોય તો એમાંથી લિંબુના બદલે સડેલી કોબીજ કે પછી ચૉકલેટમાંથી ગેસોલીન જેવી સ્મેલ આવી શકે છે.  
યુનિવર્સિટી ઑફ ઈસ્ટ ઍન્જેલિયાની નોર્વિચ મેડિકલ સ્કૂલના પ્રોફેસર કાર્લ ફિલપોટે પૅરન્ટ્સ અને હેલ્થકૅર પ્રોફેશનલ્સને મદદ કરવા માટે આ ડિસઓર્ડરને ઓળખવા માટે ગાઇડલાઇન રિલીઝ કરી હતી. 
તેમણે કહ્યું હતું કે ‘યુકેમાં છેલ્લા કેટલાક મહિનામાં અંદાજે અઢી લાખ એડલ્ટ્સ કોરોનાના ઇન્ફેક્શનના કારણે પૅરોસ્મિયાથી પીડાયા છે. હવે બાળકો પર પણ એનાથી અસર થઈ રહી છે. અનેક કેસમાં આ કન્ડિશનના કારણે બાળકોને જમવું ખૂબ જ મુશ્કેલ લાગે છે. આવી સ્થિતિમાં પૅરન્ટ્સે ઓછી સ્ટ્રોન્ગ ફ્લેવરવાળું ફૂડ બાળકોને આપવું 
જોઈએ.’ 

coronavirus covid19 international news united kingdom