રશિયા ગયેલા એર ઇન્ડિયાના પાઇલટને કોરોના: ફ્લાઇટ અધવચ્ચેથી પાછી ફરી

31 May, 2020 03:50 PM IST  |  New Delhi | Agencies

રશિયા ગયેલા એર ઇન્ડિયાના પાઇલટને કોરોના: ફ્લાઇટ અધવચ્ચેથી પાછી ફરી

એર ઇન્ડિયા ફ્લાઈટ

વંદે ભારત મિશન અંતર્ગત રશિયામાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે એર ઇન્ડિયાની દિલ્હી-મોસ્કોની ફ્લાઇટ અધવચ્ચેથી પાછી બોલાવવી પડી હતી. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે આ ફ્લાઇટ ઉઝબેકિસ્તાનની એરસ્પેસ પર પહોંચી ત્યારે અમારી ગ્રાઉન્ડ ટીમના સભ્યોને જાણમાં આવ્યું કે વિમાનનો એક પાઇલટ કોરોના પૉઝિટિવ છે. તેમાં કોઈ મુસાફરો નહોતા. અધિકારીએ એમ પણ કહ્યું કે વિમાનને તાત્કાલિક પાછા ફરવાનું કહેવામાં આવ્યું હતું. શનિવારે બપોરે ૧૨.૩૦ વાગ્યે વિમાન દિલ્હી પહોંચ્યું હતું. ક્રૂ મેમ્બર્સને અલગ રાખવામાં આવ્યા છે. હવે રશિયામાં ફસાયેલા ભારતીયોને લાવવા બીજા વિમાનને મોસ્કો મોકલવામાં આવશે.

તમામ ક્રૂના રિપોર્ટસ ફ્લાઇટ પહેલાં તપાસવામાં આવે છે. ખાસ કરીને કોરોના રિપોર્ટને ચકાસવામાં આવે છે. એક પાઇલટનો રિપોર્ટ પૉઝિટિવ હતો, પરંતુ ભૂલથી નેગેટીવ વંચાઈ ગયો હતો. આથી ગ્રાઉન્ડ ટીમે તેને ઊડવા માટે મંજૂરી આપી હતી.

russia international news coronavirus covid19