ન્યુ ઝીલૅન્ડમાં કોરોનાની રી-એન્ટ્રી

17 June, 2020 11:35 AM IST  |  Wellington | Agencies

ન્યુ ઝીલૅન્ડમાં કોરોનાની રી-એન્ટ્રી

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસથી મુક્ત થઈ ચૂકેલા ન્યુ ઝીલૅન્ડમાં એક વાર ફરીથી કોરોનાએ એન્ટ્રી મારી છે. ન્યુ ઝીલૅન્ડે ગુરુવારે જાહેરાત કરી કે દેશમાં કોરોના વાઇરસના બે નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ ન્યુ ઝીલૅન્ડનો કોરોના વાઇરસથી ૨૪ દિવસથી મુક્ત રહેવાનો સિલસિલો તૂટી ગયો. ન્યુ ઝીલૅન્ડે કોરોના વાઇરસના એક પણ કેસ સામે ન આવ્યા બાદ ગત સપ્તાહે તમામ આર્થિક અને સામાજિક પ્રતિબંધોને હટાવી લીધા હતા. આ બધા વચ્ચે દેશના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડર્ને ચેતવણી આપી કે આવનારા સમયમાં વધુ નવા કેસ સામે આવી શકે છે, કારણ કે દેશના કેટલાક નાગરિકો ઘરે પાછા ફરી રહ્યા છે અને કેટલાક અન્યને વિશેષ પરિસ્થિતિઓમાં આવવાની મંજૂરી આપવામાં આવી રહી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે આ બન્ને નવા કેસમાં નાગરિકો બ્રિટનથી પાછા ફર્યા હતા અને એકબીજા સાથે જોડાયેલા છે. આ અગાઉ સ્વાસ્થ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે અંતિમ વ્યક્તિ કે જેમાં ચેપની પુષ્ટિ થઈ હતી તે હવે સ્વસ્થ થઈ ગયો છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ ચેતવ્યા હતા કે દેશમાં વિદેશથી નવા કેસ સામે આવી શકે છે. જેણે કેટલીક છૂટછાટ સાથે પોતાના નાગરિકો અને લોકોને બાદ કરતાં અન્ય તમામ માટે પોતાની સરહદો સીલ કરી છે.

new zealand wellington coronavirus covid19 lockdown international news