અજીબ કિસ્સોઃ હોટેલમાં કોરોનાગ્રસ્ત ગેસ્ટ સાથે અનેકનો સેક્સ સંબંંધ

03 July, 2020 02:30 PM IST  |  Australia | Agencies

અજીબ કિસ્સોઃ હોટેલમાં કોરોનાગ્રસ્ત ગેસ્ટ સાથે અનેકનો સેક્સ સંબંંધ

પ્રતીકાત્મક તસવીર

ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા સ્ટેટમાં કોરોનાના કેસનો રાફડો ફાટ્યો છે. અહીં એક જ દિવસમાં ૭૩ નવા કેસ નોંધાયા છે જેમાંથી ૨૦ વ્યક્તિ એવી છે જેને ક્યાંથી ચેપ લાગ્યો એ જાણવા મળ્યું નથી. અહીં કોરોનાને રોકવા માટે ૧૦ શહેરના ૩૬ જેટલા વિસ્તારમાં લૉકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જોકે રાજ્યમાં કોરોનાના વાઇરસને લઈને એક ચોંકાવનારો ખુલાસો થયો છે. વિક્ટોરિયા રાજ્યના ગવર્નર ડેનિયલ એન્ડ્રુએ કહ્યું કે હોટેલમાં કામ પર રાખવામાં આવેલ સ્ટાફની એક વ્યક્તિની ભૂલને કારણે કોરોના વાઇરસના કેસમાં ઉછાળો આવ્યો છે. આ મામલે વિક્ટોરિયાના મુખ્ય સ્વાસ્થ્ય અધિકારી એ. વી. ડિમેને એમ કહ્યું હતું કે સ્ટામફોર્ડ પ્લાઝો હોટેલમાં સોશ્યલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

australia international news coronavirus covid19 lockdown