રશિયામાં એક દિવસમાં કોરોનાના લગભગ 10 હજાર કેસ નોંધાયા

04 May, 2020 12:21 PM IST  |  Moscow | Agencies

રશિયામાં એક દિવસમાં કોરોનાના લગભગ 10 હજાર કેસ નોંધાયા

પ્રતીકાત્મક તસવીર

રશિયામાં એક જ દિવસમાં કોરોના વાઇરસના રેકોર્ડ ૯૬૨૩ કેસ નોંધાયા છે. આ સાથે એક દિવસમાં ૫૭ લોકોનાં મોત પણ થયાં છે. મૉસ્કોના મેયર સેજૂ સોબયાનીને અંદાજ વ્યક્ત કર્યો છે કે મૉસ્કોમાં લગભગ ૨ ટકા એટલે કે ૨ લાખ ૫૩ હજાર ૮૦૦ લોકો કોરોના પૉઝિટિવ થઈ શકે છે.

રશિયામાં અત્યાર સુધી ૧૨૨૨ લોકોનાં મોત થઈ ગયાં છે. શનિવારે અહીં ૫૭માંથી ૩૭નાં મોત મૉસ્કોમાં થયાં હતાં. મૉસ્કોના મેયરે દાવો કર્યો છે કે મૉસ્કોમાં અંદાજિત કેસ દુનિયાના અનેક ગ્લોબલ શહેરોની તુલનામાં ઓછા છે. રશિયામાં અત્યાર સુધી ૪૦ લાખ લોકોના ટેસ્ટ-રિપોર્ટ કરવામાં આવ્યા છે. જો કે હાલ દેશમાં એવા કોઈ કેસ સામે આવ્યા નથી જેમાં દરદીને સાજા થયા બાદ ફરીથી ઇન્ફેક્શન થયું હોય.

મેયરે જણાવ્યું છે કે લૉકડાઉનને કારણે ઇન્ફેકશનને ફેલાતા રોકવામાં મદદ મળી છે. મૉસ્કોમાં મોટે પાયે ટેસ્ટિંગ કરવામાં આવી રહી છે. જો કે તેમણે સ્પષ્ટ કર્યું છે કે વાઇરસ તેના પીક પર પહોંચ્યું નથી. અહીં બાળકોમાં કોરોના વાઇરસના લક્ષણ વધારે સામે આવી રહ્યા છે. અત્યાર સુધી ૨ બાળકોનાં મોત થઈ ગયાં છે અને ૧૧ની સ્થિતિ ગંભીર છે.

russia moscow coronavirus international news covid19