બની શકે કે કોરોનાની વૅક્સિન ક્યારેય મળે જ નહીં : બ્રિટન

19 May, 2020 09:09 AM IST  |  London | Agencies

બની શકે કે કોરોનાની વૅક્સિન ક્યારેય મળે જ નહીં : બ્રિટન

આલોક શર્મા

બ્રિટિશ અધિકારી આલોક શર્માએ જણાવ્યું કે બની શકે કે યુકે ક્યારેય કોવિડ-19ની વૅક્સિન શોધી જ ન શકે. તેમણે પ્રેસ-કૉન્ફરન્સમાં જણાવ્યું કે અમારા વૈજ્ઞાનિકોના અથાક પ્રયાસ છતાં પણ શક્ય છે કે અમને ક્યારેય સફળતાપૂર્વક કોરોના વાઇરસની વૅક્સિન મળે જ નહીં. દુનિયામાં મોટા ફ્રન્ટરનર જેમને વૅક્સિન બનાવવાની છે તે બ્રિટનમાં છે - ઓક્સફોર્ડ યુનિવર્સિટી અને ઇમ્પિરિયલ કૉલેજ લંડન.

શર્માએ જણાવ્યું કે અત્યાર સુધી બ્રિટિશ સરકારે ઓક્સફોર્ડ અને ઇમ્પિરિયલમાં વૅક્સિન પ્રોગ્રામ માટે ૪.૭ કરોડ પાઉન્ડનું રોકાણ કર્યું છે. આ સાથે જ વૅક્સિન પ્રોગ્રામ માટે નવી ફન્ડિંગની જાહેરાત કરી છે. આ વચ્ચે રૉયલ કૉલેજ ઑફ ફિઝિશ્યનનો નવો સર્વે સામે આવ્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કોરોના વાઇરસના દરદીઓની સારવાર કરી રહેલા બ્રિટનના લગભગ અડધાથી વધારે ડૉક્ટરોને તેમની હેલ્થની ચિંતા છે.

કૉલેજના પ્રેસિડન્ટ પ્રોફેસર એન્ડ્ર્યુ ગોડાર્ડે જણાવ્યું કે આપણે સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે જે એનએચએચે ક્યારેય ફેસ કર્યું નથી અને આ સર્વે જણાવે છે કે હૉસ્પિટલના ડૉક્ટરો આ સમયે કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. પીપીઈની અછત તેમના માટે સૌથી મોટી ચિંતા છે અને ખૂબ જ ખરાબ કહેવાય કે સપ્લાઈની સ્થિતિ વીતેલાં ત્રણ સપ્તાહમાં સુધરવાની જગ્યા ખરાબ થઈ છે. બ્રિટનમાં અત્યાર સુધી કુલ ૨,૪૩,૩૦૩ કેસ નોંધાયા છે, જ્યારે ૩૪,૬૩૬ લોકોનાં મોત થયાં છે.

london coronavirus covid19 international news