અમેરિકામાં કોરોનાનો કેર, એક લાખથી વધુ નવા કેસ

01 August, 2021 09:41 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ફેબ્રુઆરી બાદ અહીં આવેલા આ સંક્રમણના આંકડા પાછળ કોરોના વાઇરસ ડેલ્ટા વેરિએન્ટ છે

પ્રતીકાત્મક તસવીર

પાંચ મહિના બાદ અમેરિકામાં ૧ લાખથી વધુ નવા કોરોના સંક્રમિતોની ઓળખ થઈ છે. ફેબ્રુઆરી બાદ અહીં આવેલા આ સંક્રમણના આંકડા પાછળ કોરોના વાઇરસ ડેલ્ટા વેરિએન્ટ છે.

ઑફિશિયલ આંકડા અનુસાર દેશમાં ૧,૦૨,૨૭૮ નવા સંક્રમિત મળ્યા છે અને ૪૩૬ નવાં મોત થયાં છે. મહત્ત્વપૂર્ણ છે કે દેશમાં અત્યાર સુધી કુલ સંક્રમિતોનો આંકડો ૩૪,૯૪૩,૨૦૩ થઈ ગયો છે અને કુલ મોતની સંખ્યા ૬,૧૩,૦૦૬ છે.

41649 - દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના આટલા નવા પૉઝિટિવ કેસ નોંધાયા છે એક દિવસમાં વધુ ૫૯૩ દરદીનાં કોરોનાથી મૃત્યુ થયાં છે અને કુલ મૃત્યુ આંક ૪,૨૩,૮૧૦ રહ્યો છે.

coronavirus covid19 international news united states of america