Coronavirus: ટ્રમ્પ ‘બદલા’ના મુડમાં, કહ્યું દવાની નિકાસ કરજો નહીંતર...

07 April, 2020 11:34 AM IST  |  Washington DC | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: ટ્રમ્પ ‘બદલા’ના મુડમાં, કહ્યું દવાની નિકાસ કરજો નહીંતર...

ટ્રમ્પે આપી ભારતને બદલાની ધમકી.

કોરોનાવાઇરસે વિશ્વનાં ભલભલા દેશોને હંફાવી દીધા છે, અમેરિકાનું ન્યુયોર્ક જાણે હવે વાઇરસનું નવું એપીસેન્ટર હોય તેવી સ્થિતિ છે. આ સંજોગોમાં બે દિવસ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે નરેન્દ્ર મોદીનો પહેલાં તો હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવા મોકલવા બદલ આભાર માન્યો પણ હવે તેણે ગુંલાટ મારી છે.48 કલાકમાં જ તેના લખ્ખણ બદલાયા છે અને તેણે કહ્યુ છે કે ભારત હાઇડ્રોક્સિક્લોરોક્વિન દવાની નિકાસ પરની બંધી દૂર કરે નહિંતર પરિણામ માટે તૈયાર રહે. વિશ્વમાં આ દવાનું સૌથી વધુ ઉત્પાદન ભારતમાં થાય છે અને માટે જ ટ્રમ્પે આ વલણ અપનાવ્યું છે કારણકે અમેરિકામાં કથળી રહેલી સ્થિતિ સૌને ઘાંઘા બનાવી રહી છે ત્યારે ટ્રમ્પ તેમાંથી કેવી રીતે બાકાત રહેવાનાં.

ટ્રમ્પને આમ તો મદદ જોઇએ છે અને તેણે આ અંગે પોતાના મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે તેણે રવિવારે મોદી સાથે વાત કરી છે અને દવાના પુરવઠાની નિકાસ અંગે કહ્યું છે.ટ્રમ્પે સાથે કહ્યું કે જો મોદી એમ નહીં થવા દે એટલે કે એક્સપોર્ટ પરની બંધી નહીં હટાવે તો તો ભલે પણ પછી તેનો બદલો લેવાશે.આ દવા કોરોનાની સારવારમાં મદદરૂપ થાય છે અને પહેલા તેની નિકાસ પર પ્રતિબંધ હતો પણ હાલનાં સંજોગોમાં તે ઉઠાવી લેવાયો છે. 

covid19 coronavirus donald trump narendra modi international news