Coronavirus: WHOના પ્રમુખે રાજીનામું આપવું જોઇએ એવી માગ કરાઇ

07 April, 2020 02:12 PM IST  |  Washington DC | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: WHOના પ્રમુખે રાજીનામું આપવું જોઇએ એવી માગ કરાઇ

WHOનાં પ્રમુખ ટેર્ડોસ એડનોમ ઘેર્બેસિયસ

કોરોનાવાઇરસનું જોખમ દિવસે દિવસે પરિસ્થિતિ કપરી બનાવી રહ્યું છે ત્યારે અમેરિકાનાં રાજકારણીઓએ WHOનાં વડા ટેર્ડોસ એડનોમ ઘેર્બેસિયસે રાજીનામું આપી દેવું જોઇએ તેવી માગ કરી છે.તેમના મતે ચીને જે રીતે વાઇરસને લઇને પ્રતિભાવ આપ્યો અને WHOએ જે રીતે મેનેજમેન્ટ કર્યું તે યોગ્ય નહોતું અને માટે તેના વડાએ રાજીનામું આપી દેવું જોઇએ. વિશ્વમાં કોરાના ઘટવાનાં કોઇ આસાર નથી દેખાઇ રહ્યા ત્યારે WHOએ ચીનની સામ્યાવદી સરકાર પર વિશ્વાસ કર્યો એ ખોટું કર્યું.ઘણાં પશ્ચિમિ દેશોના મતે ચીને હજી સુધી કોરોનાનાં સાચા આંકડા જાહેર નથી કર્યા અને ચીનનો ઢાંકપીછોડો કરવા બદલ ટેડ્રોસે WHOનાં પ્રમુખ પદેથી રાજીનામું આપવું જોઇએ. ઇથોપિયન મૂળનાં ટ્રેડોસ અંગે અમેરિકાન સેનેટર મેક્સેલીએ કહ્યું કે ટ્રેડોસે વિશ્વને છેતર્યું છે અને તેમણે આ પદ છોડવું જોઇએ. ડેઇલી મેઇલના અહેવાલ મુજબ, જ્યારે ફેબ્રુઆરીમાં ચીનમાં 17,238 ટ્રાન્ઝિટ કેસ નોંધાયા હતા અને 361 લોકોનાં મોત નીપજ્યાં હતાં, ત્યારે ટેડ્રોસે કહ્યું હતું કે ટ્રાવેલિંગ પર પ્રતિબંધ મૂકવાની જરૂર નથી. કેટલાક લોકોનો આક્ષેપ છે કે ચીનમાં કોરોના વાયરસથી વાસ્તવિક મૃત્યુઆંક 40 હજાર સુધી હોઇ શકે છે. સત્તાવાર રીતે, ચીને લગભગ 3300 લોકોનાં મોતની વાત કહી છે. વુહાનમાં ફક્ત 2548 લોકો સત્તાવાર રીતે માર્યા ગયા છે. પરંતુ સ્થાનિક કાર્યકરો કહે છે કે અહીંના સ્મશાનગૃહમાંથી દરરોજ 500થી વધુ લોકોને અસ્થિકળશ આપવામાં આવે છે. સ્મશાનગૃહની બહાર લાંબી લાઇનો પણ જોવા મળી હતી.યુએસએનાં રિપબ્લિકન સેનેટર ટેડ ક્રુઝનાં પ્રવક્તાએ વોશિંગ્ટન ફ્રી બિકોનને નિવેદન આપ્યું કે ચીન તરફ WHOનું કુણું વલણ હોવાથી તેણે વિશ્વસનિયતા ગુમાવી દીધી છે. યુએનમાં યુએસના ભૂતપૂર્વ રાજદૂત, નિકી હેલીએ પણ કોરોના વાયરસ વિશે ડબ્લ્યુએચઓનાં નિવેદનોની ટીકા કરી હતી. તેમણે ટ્વિટ કર્યું: ડબ્લ્યુએચઓએ 14 જાન્યુઆરીએ પોસ્ટ કર્યું હતું કે ડબ્લ્યુએચઓને માણસોથી માણસોમાં કોરોના વાયરસના ફેલાવાના સ્પષ્ટ પુરાવા મળ્યા નથી. ડબ્લ્યુએચઓએ વિશ્વને કહેવું જોઈએ કે તેઓ શા માટે ચીની શબ્દોનો ઉપયોગ કર્યો હતો.

covid19 coronavirus world health organization international news