બ્રિટનમાં આજથી માણસ પર ટ્રાયલ શરૂ થશે કોવિડ-19 વેક્સિનની

23 April, 2020 10:35 AM IST  |  London | Agencies

બ્રિટનમાં આજથી માણસ પર ટ્રાયલ શરૂ થશે કોવિડ-19 વેક્સિનની

ફાઈલ ફોટો

બ્રિટન આવતી કાલ એટલે કે ગુરુવારથી કોરોના વાઇરસ વિરુદ્ધ રસીની ટ્રાયલ શરૂ કરવા જઈ રહ્યું છે. ઑક્સફર્ડ યુનિવર્સિટીએ આ રસી તૈયાર કરી છે, આ માટે બ્રિટિશ સરકારે મંગળવારે ૨૦ કરોડ પાઉન્ડ (૧૮૯ કરોડ રૂપિયા) ખર્ચ કરવાની જાહેરાત કરી છે.

બ્રિટનના આરોગ્ય સચિવ મૈટ હેનકોકે કહ્યું કે આરોગ્ય મંત્રાલય આ રસી તૈયાર કરવા માટે જે પણ કરવું પડે તે માટે તૈયાર છે, કારણ કે આ કોરોના વાઇરસ સામે લડવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી શકે છે. હેનકોકે વધુમાં કહ્યું કે બ્રિટિશ સરકાર ઇમ્પિરિયલ કૉલેજ લંડનને આગામી તબક્કાની તૈયારી માટે આપશે. આ વેક્સિન માટે ૨૨.૫ મિલ્યન સંશોધન કરવા માટે ખર્ચ કરશે.

તેમણે કહ્યું ‘આ રસી તૈયાર કરવામાં વર્ષો લાગ્યા હોત, પરંતુ બ્રિટન આ રોગચાળા સામે લડવામાં મોખરે છે. કોઈ પણ દેશની સરખામણીમાં સૌથી વધુ પૈસા ખર્ચવામાં આવે છે. વેક્સિન ઉત્પાદન ટ્રાયલ અને ભૂલો માટે તૈયાર છે કેમકે આ વેક્સિનની ટ્રાયલમાં ભૂલ થાય તો મોટું નુકસાન થશે અને તે માટે પણ તૈયાર છે.

બ્રિટિશ સરકારની જાહેરાત પહેલાં બ્રિટનમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને ૧૭,૩૩૭ થઈ ગઈ છે. મંગળવારે આરોગ્ય મંત્રાલય અને ૮૨૮ લોકોનાં મોતની જાણકારી આપી. તે જ સમયે બ્રિટનમાં અત્યાર સુધીમાં ૧,૨૫,૮૫૬ લોકોને કોવિડ -૧૯નો ચેપ લાગ્યો છે.

london international news coronavirus covid19