વુહાનની હોસ્પિટલનાં ડાયરેક્ટરને ભરખી ગયો કોરોના વાઇરસ

18 February, 2020 12:40 PM IST  |  | Mumbai Desk

વુહાનની હોસ્પિટલનાં ડાયરેક્ટરને ભરખી ગયો કોરોના વાઇરસ

ચીનનાં કોરોના વાઇરસે અત્યાર સુધીમાં વૈશ્વિક સ્તરે 71000 લોકોના જાન લીધા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનએ આ બિમારીને COVID-19 નામ આપ્યું છે જે ગયા વર્ષનાં અતે શરૂ થઇ અને કોરોનાવાઇરસ તે થવાનું મૂળ કારણ છે. ચીનમાં અત્યાર સુધી 1,886 નવા કેસ નોંધાયા છે તો મૃત્યુ પામાનારાઓમાં બીજા 98 જણાનાં નામ ઉમેરાયા છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને કોરોના વાઇરસનાં નવા ફેલાવા માટે બ્લેન્કેટ મેઝર્સ ન લેવા કહ્યું છે અને એમ પણ કહ્યું છે કે ચીનની બહાર આ વાઇસ કુલ વસ્તીનાં બહુ ઓછા પ્રમાણને ટાર્ગેટ કરે છે.

ડૉક્ટર ગુજરી ગયા

ચીનનાં મુખ્ય શહેર વુહાનની વુચાંગ હોસ્પિટલ જે કોરોના વાઇરસનું એપીસેન્ટર ગણાય છે ત્યાંનાં જ ડાયરેક્ટર લ્યુ ઝ્હિમિંગ આ વાઇરસને કારણે મોતનો કોળિયો બની ગયા. આ બીજા અગ્રણી ડૉક્ટર છે જેને આ વાઇરસ ભરખી ગયો. લ્યુ માત્ર 50 વર્ષનાં જ હતા અે તે આજે સવારે 10.30 વાગ્યે હોસ્પિટલમાં જ ગુજરી ગયા.


જાપાનની શીપ પર 6 ભારતીયો કોરોના વાઇરસ સંક્રમિત


જાપાનના યોકોરહામા પોર્ટ પર અટકાવાયેલી શિપ ડાયમંડ પ્રિન્સેઝની કોરોના વાઇરસ માટે પુરી સપાસ કરવામાં આવી અને વધુ દેશોએ પોતાનાં નાગરિકોને વતન પરત લાવવા કવાયત કરી. છેલ્લા સાઉથ કોરિયાએ પોતાના નાગરિકોને શીપમાંથી ખસેડવાની જાહેરાત કરી હતી. જાપાને જે રીતે ડાયમંડ પ્રિન્સેસની સ્થિતિ હેન્ડલ કરી છે તેને લઇને ભારે ટિકા વહોરવી પડી છે પણ જાપાનનાં હેલ્થ મિનિસ્ટર કત્સુનોબુ કાતોએ કહ્યું હતું કે જે મુસાફરોનો ટેસ્ટ વાઇરસને મામલે નેગેટિવ આવશે તેમને બુધનારે શીપ છોડવાની પરવાનગી મળશે. આ શીપમાં 138 ભારતીયો છે જેમાંથી કુલ છ કોરોના વાઇરસથી સંક્રમિત છે, આ તમામ અત્યારે ઓબ્ઝર્વેશન સેન્ટર મોકલવામાં આવ્યા છે.

દેશમાં હજી સબ સલામત

દેશની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં કોરોનાવાઇરસનાં 64 શંકાસ્પદ કેસ બહાર આવ્યા જેમાંથી 60 જણાંનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને 59ને હોસ્પિટલમાંથી રજા અપાઇ. હજી પાંચ યુવકો સાંગલીની હોસ્પિટલમાં જ છે. મહારાષ્ટ્રનાં આરોગ્ય અધિકારીઓએ જણાવ્યા અનુસાર મુંબઇ એરપોર્ટ પર ચીનથી આવેલા 38,131 મુસાફરોની તપાસ કરાઇ છે, જો કે નસીબજોગે હજી સુધી એક પણ કેસ બહાર નથી આવ્યો.

તાજા સમચાર અનુસાર ચીનથી દિલ્હી લવાયેલા 220થી વધુ  ભારતીયોમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન હોવાથી તેમને આજે રજા અપાશે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ચીનમાં હુબેઇનાં વુહાન શહેરથી ભારતીયનો 1લી અને 2જી ફેબ્રુઆરીએ બે તબક્કામાં પાછા લવાયા હતા. આ તમને માણેસરનાં આર્મી કેમ્પમાં વિશેષ નિરીક્ષણમાં રખાયા હતા. ચૌદેક દિવસ સુધી સતત ટેસ્ટ્સ અને અવલોકન પછી તેમને ઘરે જવાની રજા અપાશે. આ જૂથમાં વિદ્યાર્થીઓ પણ છે જેમની રોજે રોજ ચકાસણી કરાઇ છે. 

દવાઓ મોંઘી

ચીનમાં પ્રસરેલા કોરોના વાઇરસને કારણે ત્યાંના માર્કેટમાં બનતી દવાઓનાં ઉત્પાદન પર ભારે અસર પડી રહી છે. ચીન મોબાઇલ અને દવાઓનાં ઉત્પાદન માટે જાણીતો છે પણ અત્યારનાં સંજોગોમાં બંન્ને ચીજો ખોરંભે પડી છે ત્યારે ભારતમાં પેરાસિટામોલના ભાવમાં 40 ટકા વધારો થયો છે. આ ઉપરાંત બીજી એન્ટિબાયોટિક્સ, એઝિથ્રોમાઇસિન વગેરેનો ભાવ 70 ટકા વધ્યો છે. ચીનથી સપ્લાય સમયસર ચાલુ નહીં થાય તો આ દવાઓનાં પુરવઠામાં ભારે તંગી વેઠવી પડશે

 

 

 

coronavirus china japan delhi news maharashtra world health organization