Coronavirus: WHOનો ટ્રમ્પને જવાબ, સખણાં રહેજો રાજ, વાઇરસમાં NO રાજનીતિ

09 April, 2020 11:18 AM IST  |  Washington DC | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: WHOનો ટ્રમ્પને જવાબ, સખણાં રહેજો રાજ, વાઇરસમાં NO રાજનીતિ

WHO એ કહ્યું કે સુધરો નહીતર લાશનાં ઢગલા થશે.

છેલ્લા કેટલાક દિવસથી યુએસએનાં સેનેટર્સ WHOની ટીકા કરી રહ્યા હતા અને ગઇકાલે તો ટ્રમ્પે WHOને ચીન કેન્દ્રી કહીને તેનું ભંડોળ બંધ કરી દેવું જોઇએ એવી ટિપ્પણી કરી.કોરોનાને કારણે દુનિયામાં 88000 જણાં મોતને ભેટ્યા છે અને અમેરિકામાં 4 લાખ 30 હજાર લોકો કોરોના પૉઝિટીવ છે ત્યારે અમેરિકાએ જ્યારે WHOએ ને ટાર્ગેટ કરી ત્યારે WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ગેબિર્યેસસે ટ્રમ્પને સંભળવ્યું છે કે કોરોના વાઇરસ પર રાજકારણ ન ખેલાવું જોઇએ.

ટેડ્રોસે WHOના બચાવમાં કહ્યું કે જ્યારે વર્ષ શરૂ થયું અને સૌને ચીનના વાઇરસ વીષે જાણ થઇ તે ક્ષણથી WHOએ કામગીરી ચાલુ કરી દીધી હતી અને અન્ય દેશોને પણ ચેતવણી આપી હતી.આ વાઇરસ કોમ્યુનિટી આઉટબ્રેક સાબિત થઇ રહ્યો છે તે જાણ થતાં પબ્લિક હેલ્થ ઇમર્જન્સી પણ જાહેર કરી અને વૈશ્વિક સ્તરે માર્ગદર્શિકાઓ પણ જાહેર કરી દીધી.તેમણે ટ્રમ્પની ટકોરનો જવાબ આપતા કહ્યું કે આ રોગચાળાને નાથવા માટે અમેરિકા અને ચીને સાથે મળીને કામ કરવુ જોઇએ અને જો આપણે નહીં સુધરીએ તો હજી વધારે કૉફિનનો નજર સામે ઢગલો થશે.

covid19 world health organization donald trump coronavirus international news