Coronavirus: આઇસોલેશનમાં હતો માલિક, ડૉગી જઇને લાવ્યું ચિપ્સ

27 March, 2020 06:40 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Coronavirus: આઇસોલેશનમાં હતો માલિક, ડૉગી જઇને લાવ્યું ચિપ્સ

એન્તોનિયોની પોસ્ટ

કોરોનાવાઇરસનાં લૉકડાઉનને કારણે લોકો પોતાના ઘરમાં ભરાઇ રહ્યા છે, બહાર જવાનું ટાળે છે અને માત્ર જરૂરી ચીજો લેવાની હોય તો જ બહાર પગ મૂકે છે. આ સ્થિતિમાં તમને કંઇ મસ્તમ મજાનું ખાવાનું મન થાય તો તમે શું કરો? જુઓ મેક્સિકોના એક માણસે કઇ રીતે આ પ્રોબ્લેમ સોલ્વ કર્યો.

એન્તોનિયો મુનેઝને મન થઇ રહ્યું હતું ચિટોઝ ખાવાનું અને તેણે વિચાર્યું કે ઘરની બહાર પગ મૂક્યા વિના કેવી રીતે ખાઇ શકાય છે આ ચિટોઝ.તેણે પોતાના પૅટ, ચિહુઆહુઆ બ્રિડનાં શ્વાનને ઘર નજીકનાં સ્ટોરમાં 20 ડૉલર આપીને મોકલ્યો.ડૉગી પર એણે પોતાને જોઇતી ચીજોની યાદી પણ લખી.

સ્પેનિશમાં લખેલા આ કાગળમાં લખ્યું છે કે, “હેલો મિસ્ટરશોપ કિપર, પ્લિઝ મારા ડૉગને થોડા ચિટોઝ વેચાતા આપજો, કેસરી રેપર વાળા, લાલ નહીં કારણકે એ બહુ તીખા હોય છે.ચેતવણીઃ જો એની સાથે સરખો વહેવાર નહીં કરો તો એ બટકાં ભરે એવી છે.તમારી સામેનો પાડોશી.” તેણે આ આખી ઘટના ઇન્ટરનેટ પર પોસ્ટ કરી અને જુઓ આ ચિહુઆહુઆના ચહેરાનાં હાવભાવ કેવાં છે.

આમ તો આ ગયા અઠવાડિયાની પોસ્ટ છે પણ એન્તોનિયોની પોસ્ટનાં ઘણાં ફોલોવર્સ થઇ ચૂક્યા છે અને તેના ડૉગ્ઝનાં ફેનની સંખ્યા પણ વધી ગઇ છે. કેટલાકને રમૂજ મળી તો કેટલાકને ડૉગીની દયા આવી.

covid19 coronavirus international news