અમેરિકામાં કોરોના બૉમ્બ ફૂટ્યોઃ ડેલ્ટા વેરિઅન્ટથી ૨૪ કલાકમાં ૬૧,૦૦૦ નવા કેસ

29 July, 2021 12:08 PM IST  |  Washington | Agency

દુનિયાભરમાં મંગળવારે પાંચ લાખ ૭૭ હજાર ૩૪૮ લોકોના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા. એ દરમિયાન ૪ લાખ ૪૬ હજાર ૫૦૭ દરદી કોરોનાથી સાજા થયા છે. ૯૪૬૦ દરદીનાં કોરોનાને કારણે મોત થયાં છે.

અમેરિકાની સરકારે અગાઉ જેમણે વૅક્સિનના બે ડોઝ લીધા હોય એમને માસ્ક ન પહેરવાની છૂટ આપી હતી. જોકે કોરોનાના ડેલ્ટા ​વેરિઅન્ટને કારણે દેશના અમુક ભાગોમાં કેસમાં વધારો થતાં તમામને માસ્ક પહેરવા જણાવ્યું છે. ​શિકાગોની ટ્રેનમાં માસ્ક પહેરેલા પ્રવાસી નજરે પડે છે. એ.એફ.પી.

વૉશિંગ્ટન : અમેરિકામાં એક જ દિવસમાં કોરોના કેસોના ૬૧ હજારથી વધારે કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે લોકોને ફરી માસ્ક પહેરવાની અપીલ કરી છે. દુનિયામાં કોરોનાના કેસોમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. દુનિયાભરમાં મંગળવારે પાંચ લાખ ૭૭ હજાર ૩૪૮ લોકોના કોરોના રિપોર્ટ પૉઝિટિવ આવ્યા હતા. એ દરમિયાન ૪ લાખ ૪૬ હજાર ૫૦૭ દરદી કોરોનાથી સાજા થયા છે. ૯૪૬૦ દરદીનાં કોરોનાને કારણે મોત થયાં છે.
અમેરિકામાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે અને હાઈ રિસ્કના વિસ્તારોમાં વૅક્સિનના બન્ને ડોઝ લગાવી ચૂકેલા લોકોને પણ માસ્ક પહેરવા ફરજિયાત કરાયું છે. ડેલ્ટા વેરિઅન્ટના લીધે આ નિર્ણય લેવામાં આવ્યો છે. સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ પ્રિવેન્શનના ડિરેક્ટર રોશેલ વેલેન્સ્કીએ જણાવ્યું હતું કે વૅક્સિન અસરકારક છે, પરંતુ ડેલ્ટા વેરિઅન્ટના ખતરાને જોતાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમેરિકામાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના કેસોમાં નવો ઉછાળો નોંધાઈ રહ્યો છે.

 

united states of america coronavirus covid19 international news