ચીનની બૅટવુમને શોધ્યો નવો કોરોનાવાઇરસ, માણસોમાં પણ ફેલાવાની રાખે છે તાકાત

23 February, 2025 12:11 PM IST  |  Beijing | Gujarati Mid-day Correspondent

ચીનની જાણીતી વાયરોલૉજિસ્ટ શી ઝેંગલીને બૅટવુમન તરીકે પણ ઓખળવામાં આવે છે. તેણે પોતાની ટીમ સાથે ગ્વાંગઝોની લૅબોરેટરીમાં નવો કોરોનાવાઇરસ શોધી કાઢ્યો છે

ચીનની જાણીતી વાયરોલૉજિસ્ટ શી ઝેંગલીને બૅટવુમન તરીકે પણ ઓખળવામાં આવે છે.

ચીનની જાણીતી વાયરોલૉજિસ્ટ શી ઝેંગલીને બૅટવુમન તરીકે પણ ઓખળવામાં આવે છે. તેણે પોતાની ટીમ સાથે ગ્વાંગઝોની લૅબોરેટરીમાં નવો કોરોનાવાઇરસ શોધી કાઢ્યો છે. આ વાઇરસ HKU5-CoV-2 છે અને એ માણસોમાં આસાનીથી ફેલાઈ શકે એવી ક્ષમતા ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ વાઇરસ ફરીથી કોરોનાવાઇરસના સંક્રમણને જન્મ આપી શકે છે. ચામાચીડિયામાં આ વાઇરસ દેખાય છે અને એ માણસોમાં આસાનીથી પ્રવેશી શકે છે. દુનિયાભરમાં ઘણા કોરોનાવાઇરસ છે જે પ્રાણીઓમાં સંક્રમણ ફેલાવ્યા બાદ માણસોમાં ફેલાય છે. આ નવો કોરોનાવાઇરસ માણસોમાં ફેલાઈ શકવાની સમર્થતા રાખે છે એમ વિજ્ઞાનીઓનું કહેવું છે. જોકે વિજ્ઞાનીઓ જણાવી રહ્યા છે કે દુનિયામાં લગભગ બધા લોકોએ કોવિડ-19ની રસી લઈ લીધી હોવાથી મહામારી જેવા સંક્રમણનો ભય નથી.

china covid19 coronavirus international news news world news