ડ્રેગન સીમા વિવાદ વચ્ચે લદ્દાખમાં સુરક્ષાદળો દ્વારા ચીની સૈનિક પકડાયો

19 October, 2020 03:12 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

ડ્રેગન સીમા વિવાદ વચ્ચે લદ્દાખમાં સુરક્ષાદળો દ્વારા ચીની સૈનિક પકડાયો

ફાઇલ ફોટો

ભારત-ચીન વચ્ચે ઘણાં મહિનાઓથી સીમા વિવાદ વચ્ચે ભારતીય સુરક્ષાદળોએ ચુમાર-ડેમચોક વિસ્તારમાં એક ચીની સૈનિક પકડાયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇએ સૂત્રોના હવાલે જણાવ્યું છે કે શક્ય છે કે આ સૈનિકે અજાણતાં જ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કર્યો હશે. તેને જરૂરી પ્રક્રિયાનું પાલન કર્યા પછી સ્થાપિત પ્રોટોકૉલ પ્રમાણે ચીની સેનાને પાછો મોકલી દેવામાં આવશે.

ANIએ આ ટ્વીટ કરીને માહિતી આપી છે.

જણાવવાનું કે ભારત-ચીન વચ્ચે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર એપ્રિલથી તણાવપૂર્ણ સ્થિતિ જળવાયેલી છે. આ તણાવ જૂનમાં ત્યારે ચરમસીમાએ પહોંચ્યો હતો, જ્યારે ગલવાન ઘાટીમાં બન્ને સેનાઓ સામ-સામી આવી ગઈ હતી. આ દરમિયાન હિંસક ટકરાવ થવાનું કારણ ભારતના 20 જવાન શહીદ થઈ ગયા હતા, જ્યારે મોટી સંખ્યામાં ચાઇનીઝ સૈનિક પણ જોખમી થયા હતા. ત્યાર બાદ, 29 અને 30 ઑગસ્ટ દરમિયાન રાતે વિસ્તારમાં પીએલએના સૈનિકો દ્વારા ભારતીય સૈનિકોને ડરાવવા-ધમકાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા બાદ ભારતીય સૈનિકોએ પેંગોંગ ઝીલના દક્ષિમી તટની આસપાસ સ્થિત મુખપારી, રેેજાંગ લા અને મગર પહાડી વિસ્તારોમાં નિયંત્રણ મેળવી લીધું હતું. 

તણાવ ઘટાડવા માટે ચાલુ છે વાતચીત
બન્ને પાડોશી દેશો વચ્ચે તણાવની સ્થિતિ ઘટાડવા માટે સતત કૂટનૈતિક અને સૈન્ય સ્તરે વાતચીત થઈ રહી છે. બન્ને દેશોના વિદેશ મંત્રી પણ અમુક સમય પહેલા રશિયાના મૉસ્કોમાં સીમા વિવાદ અંગે વાતચીત કરી ચૂક્યા છે. તો, અત્યાર સુધી સાત વાર સૈન્ય કમાન્ડર સ્તરે પણ વાતચીત થઈ ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે આઠમી વારની વાતચીત આવતાં અઠવાડિયે થઈ શકે છે જેમાં પૂર્વી લદ્દાખથી સૈનિકોનાં કમબૅકની પ્રક્રિયા પર વાતચીતને આગળ વધારવા પર ધ્યાન આપવામાં આવી શકે છે જ્યાં આવનારા સમયમાં ખૂબ જ ઠંડી લાગશે.

india china international news