ભારત સાથેના અમારા સંબંધોમાં હસ્તક્ષેપ ન કરતા : ચીને આકરી ચેતવણી આપી છે અમેરિકાને

01 December, 2022 10:02 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

વર્ષ ૨૦૨૧ દરમ્યાન પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર સૈન્ય તહેનાત રાખવાનું તેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બાંધકામ ચાલું રાખ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

વૉશિંગ્ટન (આઇ.એ.એન.એસ.) : ચીને ભારત સાથેના સંબંધોમાં અમેરિકાને દખલ ન કરવા ચેતવણી આપી હોવાનું પેન્ટાગૉનના અહેવાલમાં જણાવાયું હતું. આ અહેવાલમાં વધુમાં જણાવાયું હતું કે વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના સમગ્ર વર્ષ દરમ્યાન લદ્દાખમાં ગલવાન વૅલીમાં બન્ને દેશો વચ્ચેની મડાગાંઠ વખતે અધિકારીઓએ કટોકટીની ગંભીરતાને ઓછી કરવાનો પ્રયાસ કરી બીજિંગની સરહદ પર સ્થિરતા જાળવવા અને ભારત સાથેના એના દ્વિપક્ષીય સંબંધોથી અન્ય ક્ષેત્રોને નુકસાન પહોંચાડતાં અટકાવવાના હેતુ પર ભાર મૂક્યો હતો. ભારતને અમેરિકા સાથે વધુ નિકટતા કેળવતા રોકવા માટે ચીન સરહદી તણાવને ટાળવા માગે છે, વર્ષ ૨૦૨૧ દરમ્યાન પીપલ્સ લિબરેશન આર્મી (પીએલએ)એ લાઇન ઑફ એક્ચ્યુઅલ કન્ટ્રોલ (એલએસી) પર સૈન્ય તહેનાત રાખવાનું તેમ જ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું બાંધકામ ચાલું રાખ્યું હતું. બન્ને દેશો સરહદ પરના લાભ ગુમાવવા માગતા ન હોવાથી વાટાઘાટોનું પરિણામ શૂન્ય રહ્યું હતું. બન્ને દેશોએ બીજા દેશનાં દળોને પાછા ખેંચવાની અને પહેલાંની સ્થિતિ પર પાછા ફરવાની માગ કરી હતી. જોકે ચીન કે ભારત બન્નેમાંથી કોઈ પણ દેશ આ શરતો પર સંમત થયા નહોતા. 

international news china india united states of america washington