એપ્સ બૅન પર ચિંતિત ચીન, આંતરરાષ્ટ્રીય કાયદાનો આપ્યો હવાલો...

30 June, 2020 02:21 PM IST  |  Mumbai Desk | Gujarati Mid-day Online Correspondent

એપ્સ બૅન પર ચિંતિત ચીન, આંતરરાષ્ટ્રીય કાયદાનો આપ્યો હવાલો...

ઝાઓ લિજિયાન

દેશમાં ટિકટૉક સહિત 59 ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકાયાં બાદ ચીન તરફથી આ બાબતે પ્રતિક્રિયા સામે આવી છે. પ્રતિબંધને કારણે ચિંતિત ચીન હવે આંતરરાષ્ટ્રીય કાયદાનો હવાલો આપવા લાગ્યું છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઝાઓ લિજિયાને કહ્યું કે અમે આ પગલાંથી ચિંતાગ્રસ્ત છીએ અને સ્થિતિનું આકલન કરી રહ્યા છીએ.

પ્રવક્તાએ કહ્યું કે અમે એ વાત પર દબાણ આપવા માગીએ છીએ કે ચીનની સરકાર હંમેશાં ચીનના વ્યાવસાયોને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક કાયદાના નિયમોનું પાલન કરવા માટે કહે છે. તેમણે કહ્યું કે ભારત સરકાર પર ચીનના નિવેશકો સહિત આંતરરાષ્ટ્રીય નિવેશકોના કાયદાકીય અધિકારો જાળવી રાખવાની જવાબદારી છે.

નોંધનીય છે કે સોમવારે ભારત સરકારે ચીનને મોટો ઝાટકો આપતાં ટિકટૉક સહિત 59 ચાઇનીઝ એપ્સ પ્રતિબંધિત કર્યા છે. હેલો અને કૅમ સ્કૅનર પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ પછીથી જ ટિકટૉક એપ બૅન કરવાની માગ કરવામાં આવી રહી હતી.

આ સિવાય યૂસી બ્રાઉઝર, શૅર ઇટ જેવા બીજા પણ એપ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ પહેલા ભારતીય સુરક્ષા એજન્સીઓએ ચાઇનીઝ એપ્સની એક સૂચી બનાવી કેન્દ્ર સરકારને તેના પર પ્રતિબંધ મૂકવાની અપીલ કરી હતી. તેની પાછળ એ દલીલ હતી કે ચીન ભારતીય ડેટા હૅક કરી શકે છે.

china india international news tiktok