અમેરિકાના સામાન પર ચીને વધાર્યો ટેરિફ, હુવેઈ પર પ્રતિબંધનો લીધો બદલો

01 June, 2019 03:15 PM IST  |  ચીન

અમેરિકાના સામાન પર ચીને વધાર્યો ટેરિફ, હુવેઈ પર પ્રતિબંધનો લીધો બદલો

અમેરિકા-ચીન

ચીનના એક પગલાંથી અમેરિકાની વચ્ચે તણાવ વધ્યો છે. હકીકતમાં, ચીને અમેરિકાના સામાનો પર લાગનારો ટેરિફ વધારી દીધો છે. જણાવી દઈએ કે ચીન અવિશ્વસનીય વિદેશી કંપીઓને બ્લેકલિસ્ટ કરવાની તૈયારીમાં છે. વિશ્લેષકોનું માનવું છે તેના પાછળનું લક્ષ્ય હ્યુવેઈ પર પ્રતિબંધ મૂકનારા અમેરિકા અને વિદેશી ફર્મ્સને દંડિત કરવું છે.

બેઇજિંગના આ પગલાથી 60 બિલિયન ડૉલરની કિંમત અમેરિકા સામાનો પર અસર થશે. 1 જૂનથી લાગૂ થઈ રહેલા નવા ટેરિફના અનુસાર, અમેરિકાથી આયાત થનારા 5410 ઉત્પાદનો પર 5-25% ટેરિફ ટેક્સ વસૂલ કરવામાં આવશે.

જે સામાનો પર 25 ટકા ટેરિફ લગાવવામાં આવશે એમા પરફ્યૂમ, આંખ મેકઅપ અથવા લિપસ્ટિક જેવા બ્યૂટિ પ્રોડક્ટ્સ સિવાય માઈક્રોવેવ ઓવન અને કૉફી મશીન જેવા કિચનવેર ટેબલ ટેનિસ, બેડમિન્ટન રેકેટ્સ અથવા ફૂટબૉલ જેવા સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ, પિયાનો અથવા સ્ટ્રિંગ ઈન્સ્ટ્રૂમેન્ટ્સ, જિન, વાઈન અથવા ટકીલ જેવા લિક્વર, કન્ડોમ, ડાયમન્ડ્સ, ઈન્ડસ્ટ્રિયલ રોબોટ્સ, ટાયર્સ, ફેબ્રિક, લાકડી અને રમકડાં સામેલ છે.

વૉશિંગ્ટન અને બેઇજિંગની વચ્ચે ટ્રેડ વાર્તા વગર કોઈ ડીલના પૂર્ણ થયા બાદ છેલ્લા મહિને ફરીથી બન્ને દેશોની વચ્ચે ટ્રેડની જંગ શરૂ થઈ ગઈ છે. એની સાથે જ અમેરિકાએ ચીન પર જૂના વચનોથી બચી જવાનો આરોપ લગાવ્યો છે.

એનો પ્રભાવ અમેરિકાથી આયાત થનારા કન્ડોમ્સ પરફ્યૂમ્સ, વાઈન અને પિયાનો જેવા ઉત્પાદનો પર પણ પડશે. કેટલાક સમય પહેલા અમેરિકાએ ચીનથી આચયાત થનારા રેર અર્થ મટેરિયલ્સ પર પ્રતિબંધ લગાવવાના સંકેત આપ્યા હતા. બાદ ચીને પ્રતિક્રિયામાં 4.19 લાખ કરોડ રૂપિયાના અમેરિકાના ઉત્પાદનો પર 1 જૂનથી ટેરિફ વધારવાની ઘોષણા કરી છે. રૅર અર્થ મટેરિયલ્સનો ઉપયોગ અમેરિકી ટેક્નિકલ કંપનીઓના ઉત્પાદનોના નિર્માણમાં થાય છે. કેટલાક દિવસ પહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીની કંપની હુવેઈને પ્રતિબંધિત કરી દીધી હતી.

આ પણ વાંચો : જપાનમાં હવે પોકેમોન થીમનાં વેડિંગ પણ થઈ શકશે

ચીનની નાણા મંત્રાલયે કહ્યું આ કંપનીઓની પોતાની લિસ્ટ જાહેર કરશે જેમણે પોતાના કમર્શિયલ કૉન્ટ્રાક્ટ તોડીને ચીન ફર્મ્સને સપ્લાઈ બંધ કર્યા.

china united states of america