દુનિયામાં સૌથી શક્તિશાળી લશ્કર ચીનનું, ભારત ચોથા સ્થાને

22 March, 2021 11:35 AM IST  |  Mumbai | Agency

સેના પર ભારે ખર્ચ કરી રહેલું અમેરિકા દુનિયામાં બીજા ક્રમે છે, જ્યારે રશિયા ત્રીજા અને ભારત ચોથા ક્રમે છે. પાંચમા ક્રમે ફ્રાન્સ છે. જ્યારે બ્રિટન નવમા ક્રમે છે.

પ્રતીકાત્મક તસવીર

સંરક્ષણને લગતા મુદ્દાઓ પર પ્રકાશ ફેંકતી વેબસાઈટ મિલિટરી ડાયરેક્ટ દ્વારા જાહેર કરાયેલા એક અભ્યાસના તારણો પ્રમાણે દુનિયામાં સૌથી શક્તિશાળી સેના ચીનની છે. જ્યારે ભારત ચોથા સ્થાને છે.
આ અભ્યાસમાં કહેવાયું છે કે સેના પર ભારે ખર્ચ કરી રહેલું અમેરિકા દુનિયામાં બીજા ક્રમે છે, જ્યારે રશિયા ત્રીજા અને ભારત ચોથા ક્રમે છે. પાંચમા ક્રમે ફ્રાન્સ છે. જ્યારે બ્રિટન નવમા ક્રમે છે.
આ સર્વેક્ષણમાં સેના માટેનું બજેટ, સૈનિકોની સંખ્યા, પરમાણુ હથિયારો તેમ જ પરંપરાગત હથિયારો, સૈનિકોને અપાતો સરેરાશ પગાર જેવા મુદ્દાઓને સામેલ કરીને રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. ચીનની સેનાને ૧૦૦માંથી ૮૨ પૉઇન્ટ મળ્યા છે અને તેને દુનિયાની સૌથી શક્તિશાળી સેના જાહેર કરાઈ છે. અમેરિકા ૭૪ પૉઇન્ટ સાથે બીજા, રશિયા ૬૯ પૉઇન્ટ સાથે ત્રીજા અને ભારત ૬૧ પૉઇન્ટ સાથે ચોથા ક્રમે છે. સ્ટડીમાં કહેવાયું છે કે બજેટ, સૈનિકો તેમ જ વાયુસેના અને નૌસેનાની ક્ષમતાના આધારે કહી શકાય કે કોઈ યુદ્ધનો સિનારિયો વિચારવામાં આવે તો ચીન મોખરે હશે.
જોકે સેના પાછળ સૌથી વધારે ૭૩૨ અબજ ડૉલરનો ખર્ચ અમેરિકા કરે છે અને ચીન ૨૬૧ અબજ ડૉલર સાથે બીજા ક્રમે છે. જ્યારે ભારતનો ખર્ચ ૭૧ અબજ ડૉલર છે. જો દરિયાઈ યુદ્ધ થાય તો ચીન, હવાઈ યુદ્ધ થાય તો અમેરિકા અને જમીની યુદ્ધ થાય તો રશિયાની સેના વિજેતા બની શકે છે.

international news china india united states of america