બ્રિટનના વડા પ્રધાન પર લૉકડાઉન દરમ્યાન પાર્ટી કરવાનો આરોપ

13 January, 2022 10:43 AM IST  |  Landon | Agency

ન્યુઝપેપરોના મતે પણ જૉન્સન આ મામલાનો નિવેડો નહીં લાવે તો તેમને માટે આ પદ પર ટકી રહેવું મુશ્કેલ બનશે. જો તેમણે બ્રિટનના લોકો સમક્ષ અથવા સંસદ સમક્ષ ખોટું બોલીને પાર્ટીમાં ભાગ લીધો હતો તો તેમની મુશ્કેલીમાં વધારો થવાનો છે,

તસવીર સૌજન્ય મિડ-ડે

બ્રિટનના વડા પ્રધાન બૉરિસ જૉન્સન પર પહેલા કોરોના વાઇરલ લૉકડાઉન દરમ્યાન પોતાના ઘરે પાર્ટી કરવાનો આરોપ મુકાયો છે. વિપક્ષોએ તેમની પાસે રાજીનામું માગ્યું છે તો તેમની જ પાર્ટીના કેટલાક સંસદસભ્યોએ પોતે બનાવેલા કાયદાનો ભંગ કર્યા બાદ સત્તા છોડી દેવા માટે કહ્યું છે. જૉન્સન ૨૦૧૯માં સત્તા પર આવ્યા હતા. જોકે તેમણે ૨૦૨૦ની ૨૦ મેએ યોજાયેલી આ પાર્ટીમાં હાજરી આપવાની ના પાડી હતી. વિપક્ષના એક સંસદસભ્યના મતે જૉન્સને આ મામલે ચોખવટ કરવી પડશે. ન્યુઝ રિપોર્ટના જણાવ્યા પ્રમાણે જૉન્સન અને તેમના પાર્ટનરે પોતાના નિવાસસ્થાને ૪૦ લોકો સાથે આ પાર્ટી કરી હતી, જેનું આમંત્રણ તેમના સેક્રેટરી દ્વારા મોકલવામાં આવ્યું હતું. સંસદમાં માત્ર એક સવાલનો જવાબ તેમણે આપવાનો છે કે આ પાર્ટીમાં તમે દારૂ પીધો હતો કે નહીં? ન્યુઝપેપરોના મતે પણ જૉન્સન આ મામલાનો નિવેડો નહીં લાવે તો તેમને માટે આ પદ પર ટકી રહેવું મુશ્કેલ બનશે. જો તેમણે બ્રિટનના લોકો સમક્ષ અથવા સંસદ સમક્ષ ખોટું બોલીને પાર્ટીમાં ભાગ લીધો હતો તો તેમની મુશ્કેલીમાં વધારો થવાનો છે, કારણ કે એ સમયગાળા દરમ્યાન ઘણા લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા. એ જ સમય દરમ્યાન વડા પ્રધાનના નિવાસસ્થાને પાર્ટી હતી.      

international news coronavirus covid19 great britain