પડતાને પાટું, પાકિસ્તાનની આર્થિક સહાયમાં કાપ મૂકશે બ્રિટેન, જાણો કારણ

20 July, 2019 10:01 AM IST  |  લંડન

પડતાને પાટું, પાકિસ્તાનની આર્થિક સહાયમાં કાપ મૂકશે બ્રિટેન, જાણો કારણ

પાકિસ્તાનની આર્થિક સહાયમાં કાપ મૂકશે બ્રિટેન

બ્રેક્ઝિટના કારણે આર્થિક પડકારોનો સામનો કરી રહેલું બ્રિટન પાકિસ્તાનને આપવામાં આવતી વાર્ષિક સહાયમાં કપાત કરે છે. બ્રિટેની સંસદે 2013 થી 2018 વચ્ચે આપવામાં આવેલા આર્થિક સહાયતાની સમીક્ષાની બાદ આ સંસ્તુતિ કરી છે.

બ્રિટિશ સંસદની આંતરરાષ્ટ્રીય વિકાસ સમિતિ સાથે જોડાયેલા સૂત્રોના અનુસાર આંતરરાષ્ટ્રીય વિકાસ વિભાગના સહાયતા કાર્યક્રમની સહાયતા બાદ પાકિસ્તાન સહિત કેટલાક દેશોની મદદ ઓછી કરવાનો નિર્ણય લીધો છે. સંસદીય સમિતિએ આર્થિક સહાયતામાં કપાતની સંસ્તુતિ વર્ષ 2019-20 માટે જે છે. આ વિશે અંતિમ નિર્ણય સરકાર લેશે.

પાછલા નાણાકીય વર્ષમાં બ્રિટને પાકિસ્તાનને વિકાસાના કાર્યો માટે 163 મિલિયના પાઉંડની સહાયતા આપી છે. આ ધનરાશિ કોઈ પણ દેશને આપવામાં આવેલી આર્થિક સહાયથી વધુ છે. સંસદીય સમિતિએ બ્રિટિશ રણનૈતિક ઉદ્દેશ્યો માટે પાકિસ્તાનના સહયોગની સમીક્ષાનું એલાન પણ કર્યુંમ છે.સાથે જ એ પણ જોવા મળશે કે પાકિસ્તાનને જે કાર્યો માટે ધન આપવામાં આવ્યું છે, તેણે તેના પર ખર્ચ કર્યો જ નથી.

આ પણ વાંચોઃ જુઓ તારક મહેતાના ટીમની રીયલ લાઇફ ફેમિલી

મહત્વનું છે કે હાલમાં જ પાકિસ્તાનમાં વિપક્ષી દળ પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાજના અધ્યક્ષ શાહબાજ શરીફ પર બ્રિટિશ સહાયતાની રાશિમાં ગોટાળાનો આરોપ લાગ્યો હતો. તેમના પર વિકાસ કાર્યો માટે પંજાબને મળેલા ધનમાં ગરબડ કરવાનો આરોપ છે. વિપક્ષ દળોએ ઈમરાન સરકાર પર દુષ્પ્રચાર કરવાનો અને શાહબાઝને બદનામ કરવાનો આરોપ લગાવ્યો હતો. પીએમએલએનએ મામલાની તપાસ કરવાની માંગ કરી હતી. શાહબાજ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે, જે હાલ લાહોરની એક જેલમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા એક મામલામાં સજા કાપી રહ્યા છે.

great britain pakistan