દુનિયાના સૌથી લાંબા લૉકડાઉન બાદ બ્રિટન હવે અનલૉક

15 April, 2021 11:47 AM IST  |  London | Agency

જ્યારે લૉકડાઉન લગાવાયું ત્યારે બ્રિટનમાં કોરોનાનો કેર હાહાકાર મચાવી રહ્યો હતો. રોજના ૫૦,૦૦૦ કેસ સામે આવી રહ્યા હતા. ૨૧ જૂનથી બ્રિટનમાં સંપૂર્ણપણે લૉકડાઉન હટાવી લેવાશે.

GMD Logo

લંડન : (જી.એન.એસ.) બ્રિટનમાં ૯૭ દિવસ બાદ ફરી એક વખત રોનક દેખાવા માંડી છે. દુનિયાના સૌથી લાંબા લૉકડાઉન બાદ હવે દેશ અનલૉક થવા માંડ્યો છે. બ્રિટનના બજારો, રેસ્ટોરાં, પાર્કમાં લોકોની ભીડ જોવા મળી રહી છે. ૯૭ દિવસ બાદ મળેલી આઝાદીની ખુશી લોકોના ચહેરા પર જોઈ શકાય છે.
બ્રિટન માટે સારી ખબર એ છે કે અહીં કોરોના કેસ બહુ ઓછા થઈ ગયા છે. દુનિયાના સૌથી લાંબા અને આકરા લૉકડાઉન બાદ હવે દેશ અનલૉક થવા માંડ્યો છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાઇરસના કારણે ૫ જાન્યુઆરીથી લૉકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી અને જાતજાતના પ્રતિબંધો લગાવાયા હતા. હવે મહિનાઓ બાદ સેંકડો જિમ, હેરસલૂન, રિટેલ સ્ટોર ખૂલી ગયાં છે, જ્યારે લૉકડાઉન લગાવાયું ત્યારે બ્રિટનમાં કોરોનાનો કેર હાહાકાર મચાવી રહ્યો હતો. રોજના ૫૦,૦૦૦ કેસ સામે આવી રહ્યા હતા. ૨૧ જૂનથી બ્રિટનમાં સંપૂર્ણપણે લૉકડાઉન હટાવી લેવાશે. બ્રિટનને એક તરફ લૉકડાઉન અને બીજી તરફ વૅક્સિનેશનનો પણ ફાયદો મળ્યો છે. જેના પગલે કોરોનાની રફતાર પર બ્રેક વાગી છે. હવે અહીં રોજના ૪૦૦૦ કોરોના દરદીઓ સામે આવી રહ્યા છે. 

great britain coronavirus covid19 international news