વૈશ્વિક સંસ્થાઓ મોબાઇલ ફોન જેવી છે, એમાં સિમ કાર્ડ હોય છે પણ નેટવર્ક નહીં

07 July, 2025 08:49 AM IST  |  Brasília | Gujarati Mid-day Correspondent

BRICS સંમેલનમાં નરેન્દ્ર મોદીએ યુનાઇટેડ નેશન્સ જેવી વૈશ્વિક સંસ્થાઓમાં પરિવર્તનની જરૂરિયાત વિશેની વાત છેડતાં આમ કહ્યું હતું

BRICS સંમેલનમાં તમામ દેશના વડાઓ.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે BRICS સમિટમાં નવી વિશ્વ વ્યવસ્થાની માગણી ઉઠાવી હતી. તેમણે સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે ભારત હવે ગ્લોબલ સાઉથ એટલે કે વિકાસશીલ દેશોનો અવાજ બનવા માટે તૈયાર છે. તેમણે પોતાના સંબંધોમાં ભારતને એક જવાબદાર, નિર્ણાયક અને લીડરશિપની ભૂમિકામાં પેશ કરતાં કહ્યું હતું કે ભારત માત્ર પોતાના માટે નહીં, પૂરા વિશ્વ માટે વિચારે છે.

નરેન્દ્ર મોદી જ્યારે બ્રાઝિલ પહોંચ્યા ત્યારે તેમના સ્વાગત દરમ્યાન સ્થાનિક ભારતીયોએ ઑપરેશન સિંદૂર થીમ પર પર્ફોર્મન્સ કર્યો હતો. 

બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં યોજાયેલી ૧૭મી ‌BRICS સમિટમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘વીસમી સદીમાં રચાયેલી વૈશ્વિક સંસ્થાઓ ૨૧મી સદીના પડકારોનો સામનો કરવામાં અસમર્થ છે. AIના યુગમાં ટેક્નૉલૉજી દર અઠવાડિયે અપડેટ થાય છે, પરંતુ વૈશ્વિક સંસ્થા ૮૦ વર્ષમાં પણ એક વાર અપડેટ થતી નથી. ગ્લોબલ સાઉથના દેશો ઘણી વાર બેવડાં ધોરણોનો ભોગ બન્યા છે. ગ્લોબલ સાઉથને ક્યારેય પ્રાથમિકતા આપવામાં આવી નથી. તેમના વિના વૈશ્વિક સંસ્થાઓ એક મોબાઇલ ફોન જેવી છે જેમાં સિમ કાર્ડ હોય પણ નેટવર્ક ન હોય.’

narendra modi brics brazil russia india china south africa international news news ai artificial intelligence world news