એવિયેશન કંપની બોઇંગે કબૂલ્યું...૭૩૭ મૅક્સ-૮ વિમાનોની પાંખના ભાગમાં ખામી

04 June, 2019 10:56 AM IST  |  ન્યૂ યોર્ક

એવિયેશન કંપની બોઇંગે કબૂલ્યું...૭૩૭ મૅક્સ-૮ વિમાનોની પાંખના ભાગમાં ખામી

કંપનીની કબૂલાત

અમેરિકાની જગવિખ્યાત એવિયેશન કંપની બોઇંગે કબૂલ કર્યું છે કે એનાં ઘણાં ૭૩૭ મૅક્સ-૮ વિમાનો સહિત કેટલાંક ૭૩૭ વિમાનોની પાંખના ભાગમાં ટેક્નિકલ ખરાબી રહી ગઈ છે. બોઇંગના ૭૩૭ સિરીઝનાં વિમાનો દુનિયામાં સૌથી મહત્વનાં અને લોકપ્રિય છે, પરંતુ તાજેતરના ભૂતકાળમાં અમુક ગમખ્વાર દુર્ઘટનાઓ બન્યા બાદ એને આ વિમાનોને હાલમાં સેવામાંથી હટાવી લેવાની ફરજ પડી છે. હવે આ વિમાનોને ફરી સેવામાં ઉતારવા માટે એ પ્રયત્નશીલ છે. બોઇંગે સર્વિસ બુલેટિન બહાર પાડ્યું છે અને આ નિવેદનમાં જણાવ્યું છે કે વિમાનમાં રહી ગયેલી ખામીની જાણ અમે ઘણા વિમાનમાલિકોને કરી દીધી છે, એથી તેઓ એની ચકાસણી કરી શકે. જો ઑપરેટરોને તેમનાં વિમાનના પાર્ટમાં કોઈ ખામી જણાય તો તેઓ એ વિમાનની બદલી કરાવી શકે છે.

business news