ચીની વિજ્ઞાનીઓમાં પાંચ વર્ષ પહેલાં ઘાતક વાઇરસ ફેલાવવા ચર્ચા થયેલી

10 May, 2021 01:30 PM IST  |  Beijing | Agency

કોરોના વાઇરસની મહામારી ૨૦૧૯માં ચીનના વુહાન શહેરમાંથી બહાર આવી એ પૂર્વે વર્ષ ૨૦૧૫માં ચીનના લશ્કરી વિભાગના વિજ્ઞાનીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓએ એક દસ્તાવેજ તૈયાર કર્યો હતો

પ્રતીકાત્મક તસવીર

કોરોના વાઇરસની મહામારી ૨૦૧૯માં ચીનના વુહાન શહેરમાંથી બહાર આવી એ પૂર્વે વર્ષ ૨૦૧૫માં ચીનના લશ્કરી વિભાગના વિજ્ઞાનીઓ તથા આરોગ્ય વિભાગના અધિકારીઓએ એક દસ્તાવેજ તૈયાર કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે સાર્સ કોરોના વાઇરસ નવા યુગનો એવો જૈવિક વિષાણુ છે જેમાં એવી રીતે ફેરફાર કરી શકાય કે જેથી એ માનવીના શરીરમાં જઈને જીવલેણ રોગ પેદા કરે. આ વિષાણુને એવી ક્ષમતાથી તૈયાર કરીને એમાં જૈવિક શસ્ત્રો ભરીને માનવજાતમાં ફેલાવી શકાય. ‘ધ અનનૅચરલ ઓરિજિન ઑફ સાર્સ’ ટાઇટલવાળા આ દસ્તાવેજમાં એવું પણ કહેવાયું હતું કે ત્રીજું વિશ્વયુદ્ધ જૈવિક શસ્ત્રોથી જ ખેલાશે.

આ દરસ્તાવેજને લગતી વિગતો ઑસ્ટ્રેલિયાના મીડિયામાં પ્રગટ થઈ છે. મીડિયાના અહેવાલમાં એવી શંકા વ્યક્ત કરાઈ છે કે ચીન કંઈક છુપાવી રહ્યું છે એટલે જ કદાચ કોવિડ-19ને લગતી તપાસ પોતાને ત્યાં બહારનાં કોઈ સૂત્રોના હાથે કરવા દેવા સામે અચકાય છે.

china international news coronavirus covid19