મધદરિયે તરતા બાર માટે જોઈએ છે બાર-ટેન્ડર

18 May, 2019 01:05 PM IST  | 

મધદરિયે તરતા બાર માટે જોઈએ છે બાર-ટેન્ડર

કૅરિબિયન સમુદ્રમાં દરિયાના શોખીનો માટે અદ્ભુત કહી શકાય એવો બાર બન્યો છે. એ બાર દરિયાકિનારાથી દોઢ કિલોમીટર અંદર સમુદ્રમાં આવેલો છે અને વાંસ તથા ઘાસ જેવી નૅચરલ ચીજોની મદદથી બન્યો છે. ત્યાં પહોંચવા માટે બોટ એકમાત્ર ઑપ્શન છે. આમ તો આ પ્રકારનો બાર ઘણાં વર્ષો પહેલાં બન્યો હતો, પણ ૨૦૦૪માં એક વાવાઝોડામાં એ તૂટી પડ્યો હતો.

થોડા સમય પહેલાં ઇંગ્લૅન્ડની વર્જિન હૉલિડેઝ નામની કંપનીએ ફરીથી આ બાર તૈયાર કર્યો છે. બારમાલિકનું નામ છે ફ્લૉઇડ ફૉર્બ્સ. તેમણે ૧૮ વર્ષ જૉબ કર્યા પછી વ્યસ્ત જિંદગીમાંથી બ્રેક લેવા માટે આ બાર બનાવ્યો છે અને તેઓ અહીં જ રહે છે. તેમણે બારનું નામ પાડ્યું છે

આ પણ વાંચો: આ બહેન ઘોડીની જેમ ચાર પગે દોડતાં અને કૂદતાં હોય છે 

ફ્લૉઇડ પેલિકન. માલિકને હવે બાર-ટેન્ડરની જરૂર છે, કેમ કે અહીં સહેલાણીઓની સંખ્યા વધી રહી છે. પ્રકૃતિના સંસર્ગમાં દારૂ પીવા માટે ઇન્સ્ટાગ્રામ-યુઝર્સ આ બારને દુનિયાનો શ્રેષ્ઠ બાર ગણે છે. અહીં રહીને બાર-ટેન્ડર તરીકે કામ કરવું ચૅલેન્જિંગ છે, કેમ કે અહીં માત્ર દારૂ પીરસવાનો નથી. સમુદ્રમાંથી માછલીઓ પકડીને એની વિવિધ વાનગીઓ પણ બનાવવાની છે. આવનારા પ્રવાસીઓનું સંગીત દ્વારા મનોરંજન કરવાનું છે અને જો દરિયામાં તોફાન આવે તો બચી નીકળવા માટે બાર-ટેન્ડરને બોટ ચલાવતાં પણ આવડવું જરૂરી છે.

hatke news