જાણો, ઓસ્ટ્રેલિયામાં શું કામ થઇ રહ્યો છે Adani કંપનીનો વિરોધ

09 April, 2019 12:01 AM IST  |  મુંબઈ

જાણો, ઓસ્ટ્રેલિયામાં શું કામ થઇ રહ્યો છે Adani કંપનીનો વિરોધ

Stop Adani (PC : abc.net.au)

છેલ્લા બે દિવસથી ઓસ્ટ્રેલિયામાં ભારતના અને ખાસ કરીને ગુજરાતના બિલિયોનર ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપનીનો મોટા પ્રમાણમાં વિરોધ થઇ રહ્યો છે. મહત્વની વાત એ છે કે અદાણી કંપનીના વિરોધના પગલે તેની અસર ઓસ્ટ્રેલિયાની હાલની સરકાર પર પણ પડી રહી છે. ઓસ્ટ્રેલિયામાં #StopAdani વિરોધી ઝંડા ફરકાવવામાં આવી રહ્યા છે. ત્યા અદાણી વિરોધી જુથ ઉભું થયું છે જે અદાણીને દેશમાંથી હટાવવાની માંગ કરી રહ્યું છે. ત્યાર સરકાર આ અંગે ટુંક સમયમાં મહત્વનો નિર્ણય લઇ શકે છે.

જાણો, અદાણી વિરોધીની આખી ઘટના શું છે
અદાણી કંપનીએ થોડા સમય પહેલા ઓસ્ટ્રેલિયામાં ક્વિન્સલેંડમાં કોલસાની ખાન ખરીદી હતી અને કંપની તેમાં અંદાજે 15 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. પરંતુ, આ કોલ માઇનના કારણે પર્યાવરણને ભારે નુકસાન થશે જે આગળ જતાં ઓસ્ટ્રેલિયામાં પૂર અને દુષ્કાળની પરિસ્થિતી ઊભી કરશે. અદાણી દ્વારા ક્લાઇમેટને કોઈ નુકસાન નહીં પહોચડવાની ખાતરી અપાયા છતાં પણ તેની સામે વિરોધ ચાલુ છે.

વિરોધ કરનારાઓનું માનવું છે કે, આ પ્રોજેકટનની સીધી અસર જમીનમાં રહેલા જળ શ્રોત પર અને હવામાનના પ્રદુષણ પર પડશે. નિષ્ણાંતો કહી રહ્યા છે કે જો આ પ્રોજેક્ટ થશે તો દેશમાં જમીનનો જળશ્રોત ખતમ થઈ જશે અને હવામાનમાં કાર્બનનું પ્રદૂષણ વધશે. આ સાથે જ આ વિસ્તારના સ્થાનિકોની સંસ્કૃતિને ખતમ કરી દેશે. આ બધી બાબતોને કારણે છેલ્લા 4 વર્ષથી અદાણીના પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે.

ઓસ્ટ્રેલિયાનો મીડિયા રીપોર્ટ શું કહે છે...
ત્યાના મીડિયામા અહેવાલ પ્રમાણે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસનની સભાની બહાર 100થી વધુ વિરોધીઓ અને નિરાશ્રિતો એકઠા થઈ ગયા હતા અને ક્લાઇમેટ ચેંજને લઈને એલએનપી સરકારની ટીકા કરી અદાણીના પ્રોજેક્ટનો વિરોધ કરી રહ્યા હતા. આ વિરોધમાં ટીનેજર પણ શામેલ હતા.

આ પણ વાંચો : ઓસ્ટ્રેલિયામાં Stop Adani વિરોધીના ઝંડા ફરક્યા, ટુંક સમયમાં યોજાશે ચુંટણી

ઓસ્ટ્રેલિયામાં પણ ટુંક સમયમાં ચુંટણી યોજાશે
હાલ, ભારતમાં લોકસભા ચુંટણી 2019 ની તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં પણ ટૂંક સમયમાં ચૂંટણી યોજવાની છે. તેવામાં અદાણી સામેનો વિરોધ ઉગ્ર બનતા હાલની સરકાર મુશ્કેલીમાં મુકાઇ છે. છેલ્લા ઘણા સમયથી અદાણીની કોલ માઇનને લઈને દેશના લોકોએ સરકારી પોલિસીની ટીકા કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ વિરોધીઓમાંના એકે કહ્યું કે, પર્યાવરણની અવગણના કરીને આજે આપણે સખત ગરમીનો સામનો કરી રહ્યા છીએ, પૂર આવી રહ્યા છે છતાં પણ સરકાર જાગતી નથી.


ઓસ્ટ્રેલિયામાં અદાણી વિરોધીઓ વધી રહ્યા છે
મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયામાં અદાણી વિરુદ્ધનો રોષ ઉગ્ર બની રહ્યો છે અને તેની અસર ત્યાના વડાપ્રધાન પર પડી રહી છે. ટુંક સમયમાં ઓસ્ટ્રેલિયામાં ચુંટણી આવી રહી છે. જેથી અત્યારની સરકાર માટે આ વિરોધ તકલીફ પહોંચાડી શકે છે.

australia