ચંદ્ર પર સાત દિવસ વિતાવશે અમેરિકાના અંતરિક્ષ યાત્રીઓ

15 February, 2019 07:25 PM IST  |  US

ચંદ્ર પર સાત દિવસ વિતાવશે અમેરિકાના અંતરિક્ષ યાત્રીઓ

નાસાનું મિશન મૂન

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ 2028માં અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર મોકલવાની યોજના બનાવી રહી છે. આ મિશનમાં ચાર અંતરિક્ષ યાત્રી ચંદ્ર પર સાત દિવસ વિતાવીને પાછા આવશે. એજન્સીના પ્રમુખ જિમ બ્રાઈડેંસ્ટાઈને કહ્યું કે અમે 2028 પહેલા 2024 અને 2026માં ટ્રાયલ માટે માનવરહિત મિશન પણ મોકલશું. ગુરુવારે તેમણે આખા મિશનનો પ્લાન લૉન્ચ કર્યો.

બ્રાઈડેંનસ્ટાઈને કહ્યું કે અમે ત્યાં અમારો ધ્વજ કે પગના નિશાન છોડવા માટે નથી જઈ રહ્યા. અમે ત્યાં રોકાવા જઈ રહ્યા છે. અને એટલે જ નવા મિશનની યોજનો અપોલોથી અલગ બનાવવામાં આવી છે. અપોલો 11 મિશન અંતર્ગત જ 1969માં નીલ આર્મસ્ટ્રોંગ ચંદ્રની સપાટી પર ઉતરનાર પહેલા વ્યક્તિ બન્યા હતા. તે મિશનના લગભગ 60 વર્ષ બાદ ફરી અંતરિક્ષયાત્રીઓને ઉપગ્રહ પર મોકલવામાં આવશે.

નવા મિશન માટે સાધનો અને અંતરિક્ષ યાન બનાવવા માટે આ વખતે કમર્શિયલ કંપનીઓની મદદ લેવામાં આવી રહી છે. નાસાએ કંપનીઓને ચંદ્ર પર ઉતરાણ માટે અંતરિક્ષ યાન, એક યાનથી બીજામાં જવા માટે વાહન અને ઈંધણ ભરવાની પ્રણાલીને વિકસિત કરવાનો પ્રસ્તાવ આપવાનું કહ્યું છે. ચુનિંદા કંપનીઓને પોતાના પ્રસ્તાવ કામ કરવા માટે નાસા 90 લાખ ડૉલર આપશે. સૌથી સારો પ્રસ્તાવ બનાવનારી બે કંપનીઓને પોતાની યોજનાને મૂર્ત સ્વરૂપ આપવાનો મોકો મળશે. તેમણે બનાવેલા યાન અને સાધનોને ચંદ્રની કક્ષામાં બનાવવામાં આવેલા સ્પેસ સ્ટેશનમાં લૉંચ કરવામાં આવશે. નાસા પોતાના આંતરરાષ્ટ્રીય સાથીઓ સાથે 2020 સુધી ચંદ્રની કક્ષામાં લૂનર ઑર્બિટલ પ્લેટફોર્મ વિકસિત કરવાની દિશામાં કામ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ સાત વર્ષના પ્રેમ પછી યુવતીએ આ ઝૉમ્બી ઢીંગલા સાથે લગ્ન કર્યા

ત્રણ ચરણમાં પૂર્ણ થશે મિશન
પહેલા અંતરિક્ષ યાત્રી ચંદ્રની કક્ષામાં બનેલા સ્પેસ સ્ટેશનમાં પહોંચશે. 2024માં અંતરિક્ષ યાનને ગેટવેથી ચંદ્રની સપાટી પર મોકલવામાં આવશે. 2026માં સપાટી પર મોકલવાની સાથે ત્યાંથી પાછા આવવાના મિશનનું પણ ટ્રાયલ થશે. 2018માં અંતરિક્ષ યાત્રીઓ આ ત્રણ ચરણોમાં મિશન પુરું કરશે.

nasa