Amazon Prime Sale: એક ભૂલ અને 9 લાખનો કેમેરો વેચાયો 6,500 રૂપિયામાં

22 July, 2019 04:37 PM IST  | 

Amazon Prime Sale: એક ભૂલ અને 9 લાખનો કેમેરો વેચાયો 6,500 રૂપિયામાં

ઈ-કોમર્સ કંપની Amazon દર વર્ષે બિગ બિલિયન ડે સેલ લઈને આવે છે. પ્રાઈમ ડે સેલની રાહ દુનિયાભરના કરોડો લોકો જોતા હોય છે. પ્રાઈમ ડે સેલના દિવસે ખરીદદારોને ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. જેનો ફાયદો લાખો યૂઝર્સ ઉઠાવતા હોય છે. આ વર્ષે આ સેલનું આયોજન 15 અને 16 જુલાઈએ કરવામાં આવ્યું હતું. આ સેલમાં કંપનીની નાની ભૂલના કારણે 9 લાખની કિંમતનો કેમેરા માત્ર 6,500 રૂપિયામાં વેચાયો હતો.

ઉલ્લેખનીય છે કે, કંપનીને ભૂલ સમજાતા તરત જ ઓફર હટાવી લીધી હતી. પરંતુ કંપનીની વેબસાઈટ પર સતત નજર રાખતા ખરીદદારોને વન ઈન લાઈફટાઈમ ઓફર જેવો ફાયદો મળ્યો છે. જે લોકોએ આ ડીલનો ફાયદો ઉપાડ્યો હતો તેઓ પૂછી રહ્યાં છે કે શું કંપની આ કેમેરા ડિલીવર કરશે? અત્યાર સુધી કંપનીએ આ કેમેરા ડિલીવર કર્યા છે કે નહી તે વિશે કોઈ માહિતી નથી. હાલ તો ખરીદદોરો અમેઝોનના બોસ જેફ બેજોસનો ઓફર માટે આભાર માની રહ્યાં છે.

જે કેમેરા લોકોએ ખરીદ્યા છે તે એડવાન્ડ લેવલના કેમેરા છે જે માત્ર પ્રોફેશનલ કેમેરામેન જ વાપરતા હોય છે. આ કેમેરામાં સોની, કૈનન અને ફૂઝીફિલ્મ જેવી બ્રાન્ડનો સમાવેશ કરવામાં આવ્યો હતો. વેબસાઈટ પર સતત ધ્યાન રાખી રહેલા ફોટોગ્રાફર્સને લાખોની કિંમતના કેમેરા હજારોમાં મળી ગયાં છે.

આ પણ વાંચો: ખોટી રીતે બેસવું મૂકી શકે છે તમને તકલીફમાં, થઈ શકો છો વિકલાંગ

એક ખરીદદારે Reddit પર આ અનુભવ વિશે શૅર કરતા લખ્યું હતું કે, મને 3000 ડોલરનો કેમેરા ઓફરમાં માત્ર 94 ડોલરમાં મળ્યો હતો જ્યારે બીજા એક યૂઝરને 16,000 ડોલરનો કેમેરા માત્ર 800 ડોલરમાં મળ્યો હતો. આ સિવાય એક યૂઝરે લખ્યું હતું કે 13,000 ડોલરની કિમતનો કેમેરા 100 ડોલરમાં મળ્યો હતો.

amazon gujarati mid-day